________________
૧૬૨
સમ્યકત્વ કૌમુદી–પાશ્રીની કથા.
પત્તિનું એક સ્થાન અને નિષ્કપટ મનવાળી એવી પદ્માવતી નામે રાણ હતી. વળી તે નગરીમાં આસ્તિકના ગુણોથી સુશોભિત, જિન ભક્તિમાન અને સમ્યગ્દષ્ટિજીમાં એક ભૂષણરૂપ એ રુષભદાસ નામે શ્રેષ્ટિ હતે. સપ્ત ક્ષેત્રરૂપ ભૂમિમાં વિત્તરૂપ જળને વરસતો અને દીન જનેને યથેષ્ઠ દાન આપી પ્રસન્ન કરતો એ તે શ્રેષ્ઠિ લેકમાં ખરેખર ઉન્નત એવા ધનેદય (મેઘ-ઉદય) ની ઉપમાને પામે. તેને અતિશય પ્રેમાળ અને સતી એવી પદ્માવતી નામે પ્રિયા હતી, જે પુણ્યકર્મ કરતાં કદી વિરામ પામતી ન હતી. તે દંપતીને વિકસિત વિવેક અને વિનયવાળી અને વસુધાપર પવિત્ર એવા લાવણ્યરૂ૫ સુધાની જાણે એક વાપી હોય એવી પદ્મશ્રી નામની સુતા હતી. ત્રણે જગતની સ્ત્રીઓના સેંદર્યને જીતનાર એવા તેના રૂપને જોઈને કોણ કોણ આશ્ચર્યમગ્ન ન થયું ? * એકદા કષભશ્રેષ્ઠીએ તે નગરમાં દારિદ્રય અને દુર્ગતિના દુઃખરૂપ દાવાનળને શાંત કરવામાં મેઘસમાન, સમ્યકત્વરૂપ અંકુરના એક કારણરૂપ સંસારથી તારનાર અને માન, પ્રમાણ અને વર્ણયુક્ત એવી પ્રતિમાઓથી અલંકૃત એવું શ્રીજિનમંદિર કરાવ્યું. ત્યાં દિવ્ય આભરણની શોભાયુક્ત સખીઓથી પરવરેલી એવી પદ્મશ્રી દરરોજ . દેવપૂજાને માટે જતી હતી. . હવે તેજ નગરમાં બુદ્ધસંઘમાં અગ્રેસર, યશસ્વી એ બુદ્ધ દાસ નામે એક મેટે શેઠ હતા અને તેની બુદ્ધદાસી નામની સ્ત્રી હતી. તેમને દેવેંદ્રની સંપત્તિનું એક પાત્ર અને નવીન વૈવનારંભના અતિશયથી મદમસ્ત થયેલો એ બુદ્ધસંઘ નામે પુત્ર હતા. એક દિવસે કામદેવ-મિત્રયુક્ત અને સાક્ષાત્ કામદેવ સમાન એ બુદ્ધદાસ તેજિનમંદિરમાં ગયો. ત્યાં પદ્મ સમાન સુંદર લોચનવાળી અને જિનેંદ્રપૂજામાં લીન એવી પદ્મશ્રીને જોઈને તે કુમાર વિચારવા લાગે કે –“અહે ! એનું રૂપ ! અહો ! પુરૂષોના નેત્રને વિશ્રાંતિ કરનારી એની કાંતિ! અહો ! યુવાનના ઉન્માદના ઔષધરૂપ એનું સર્વાગ