________________
ભાષાંતર.
૧૬૫
હે ભદ્ર! ધર્મ, જીવદયારૂપ, સત્ય અને શોચથી પ્રતિષ્ઠિત, સ્તેય (ચાર્ય) વૃત્તિથી રહિત, બ્રહ્મચર્યથી વિભૂષિત, પરિગ્રહની નિવૃત્તિરૂપ, રાત્રિભેજનથી વર્જિત, મધ, મધ અને માંસના ત્યાગરૂપ, વિનયથી ઉજજવલ,અનંતકાય, અભક્ષ્ય અને બહુ બીજવાળી વસ્તુના ભક્ષણથી રહિત, મર્મવચન રહિત, ક્ષાંતિપ્રધાન, હૃદયની શુદ્ધિરૂપ, યથાગ્ય પાત્રને દાનાદિક ગુણની શ્રેણિથી વિરાજિત અને મેક્ષસુખ પર્યત પ્રઢ ફળો આપવામાં તે કલ્પવૃક્ષસમાન કહેલ છે. વિનય જેમ ગુણોને આધાર છે, તેમ દેવાદિક ત્રણ તત્વના શ્રદ્ધાનથી મનહર એવું સમ્યકત્વ, તે ધર્મના આધારરૂપ છે. મન, વચન અને કાયાના
ગથી જે પ્રાણી મિથ્યાત્વને ત્યાગ કરે, તેને જ શુદ્ધ સમ્યકત્વ હોઈ શકે, એમ મહર્ષિઓ કહે છે. જે જિનવચનથી વિપરીત, અજ્ઞાનચેષ્ટા અને લોકપ્રવાહરૂપ જે મિથ્યાત્વ, તે અનેક પ્રકારે છે. લૈકિક અને કેત્તર-એમ મિથ્યાત્વ બે પ્રકારે કહેવાય છે. તે પણ દેવ અને ગુરૂને આશ્રયી પ્રત્યેક બે બે પ્રકારે છે. કહ્યું છે કે
શેફરોત્તરિયું, તેવામાં ગુજં ૧૩મય િ : વયં નાચવું, નવ યુગો પર્વ” | ૨ || -
“લૈકિક અને લેકેત્તર-એમ મિથ્યાત્વ બે પ્રકારે છે. તથા દેવ અને ગુરૂગત-એ પ્રત્યેકની સાથે તે બંને પ્રકાર જોડી યથાક્રમે તેનું વર્ણન સૂત્રથી સમજી લેવું.” વિષણુ, બ્રહ્મા અને શંકર વિગેરે દેવનું દેવબુદ્ધિથી અર્ચન કરવું તે દેવગત મિથ્યાત્વ અને કાપાલિક અને બ્રાહ્મણ વિગેરેને ગુરૂબુદ્ધિથી નમસ્કાર કરે તે ગુરૂગત મિથ્યાત્વ છે. લાભને માટે ગણપતિ વિગેરે દેવનું પૂજન તથા વિવાહ પ્રસંગે તેનું ઘરમાં સ્થાપન, ચંદ્ર તથા રહિણીનું ગીતગાન, ષષ્ટીમાતાનું અર્ચન, ચંદ્ર પ્રત્યે સંતુપ્રસારણ, સર્વ પ્રકારની માનતા, તતુલાદેવી તથા ગ્રહનું પૂજન, ચૈત્ર અને આશ્વિનાદિક માસમાં ત્રિદેવી વિગેરેનું પૂજન, માઘમાસની ષષ્ટીએ સ્નાન અને દાનાદિક કર્મપૂર્વક રવિની યાત્રા. પિતૃઓને પિંડદાન, હોળીની પ્રદક્ષિણા,