________________
સમ્યકત્વ કૌમુદી–પદ્મશ્રીની કથા.
તે અતિશય ભાગ્યવતી એવી પિતાની કન્યા તને શી રીતે આપશે ? માટે હે પુત્ર! સુજ્ઞ જને સાધ્ય વસ્તુ માટે જ પ્રયત્ન કરે છે. બળથી અધિક છતાં પાંગળ શું મેરૂપર્વત પર ચડી શકે ? સુપાત્રે દાનની જેમ સુજ્ઞ જને સમાન સમૃદ્ધિવાળા અને સમાન ધર્મ તથા આચારવાળા એવા જનોના કુળમાંજ પિતાની કન્યા આપે છે. કહ્યું છે કે – " ययोरेव समं वित्तं, येयारेव समं श्रुतम् । ચોર નુ સાધ્યું, તયોથળઃ બશીરે” ?
જેઓ વિત્તથી, મૃતથી અને ગુણથી સમાનજ છે, તેમનો સંબંધ પ્રશસ્ય ગણાય છે.” આ સાંભળી કુમાર બેલ્યા કે હે તાત ! બહુ કહેવાથી શું? તે રમણીય રમણી વિના હું જીવી શકું તેમ નથી.” આથી બુદ્ધદાસ વિચારવા લાગ્યું કે –“અહે! કામનું માહાસ્ય દેવતાઓને પણ અમેય (અગમ્ય) છે. જેના ગે સુજ્ઞ પણ અન્ન અને નષ્ટ ચેતનની જેમ વિચિત્ર ચેષ્ટા કરે છે. વળી દેવેંદ્રથી રક સુધી ત્રણે જગને તે કામરૂપ ધીવરે માંડેલ એવી અંગનારૂપ જાળમાં તરત ફસાવી દે છે. માટે અત્યારે તે એને સામ્ય વચનથી જ સમજાવ, નહિ તે કટુક ઔષધથી પિત્તજ્વરવાળાની જેમ એ મને રણ પામશે.” આ પ્રમાણે વિચાર કરીને શ્રેષ્ઠીએ પુન: કહ્યું કે –
હે પુત્ર! તું હવે મનને સ્થિર કરી આનંદપૂર્વક યથોચિત સર્વ કામ કર. આ કાર્યને માટે હું હવે યત્નપૂર્વક કંઈક ઉપક્રમ (ઉપાય) કરીશ. કારણ કે બહુ ઉતાવળથી તે રાજાઓનું કામ પણ થઈ શકતું નથી.” આ પ્રમાણે પિતાનું વચન સાંભળીને તે સુંદરીની આશાથી કુમાર પણ આનંદ પામે. કારણ કે લોકમાં આશાબંધ એ એક હૃદયને પરમ આલંબન છે. પછી તે કાર્યની સિદ્ધિને માટે પોતાના સંબંધીઓ સાથે સારી રીતે વિચાર કરીને પુત્ર અને કુટુંબ સહિત દંભયુક્ત હૃદયવાળા એવા તે બુદ્ધદાસે સાધુઓની પાસે જઈને તેમને નમસ્કાર કરી અનુત્તર (અનુપમ) એ ધર્મ પૂછયે. એટલે ગુરૂમહારાજ તે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ આ પ્રમાણે કહેવા લાગ્યા: