________________
ભાષાંતર.
૧૬૩
સૈાભાગ્ય ! દિવ્ય રૂપવાળી અને સુધાને સવનારી તથા કુંડલિની એવી તે માળાને . જોતાં નિનિમેષ નેત્ર-ક્રમળવાળા એવા તે શ્રેષ્ઠીકુમાર ક્ષણવાર ચેાગીની જેમ સ્થિર થઇ ગયા. આ પ્રમાણે તેનુ નિરીક્ષણ કરતાં તે કામરૂપ વ્યાધના માણુથી એવી રીતે ઘાયલ થયા કે જેથી આગળ એક પગલું ભરવા પણ સમર્થ થઈ શકયા નહિ. પછી તેના મિત્ર કામદેવના ખાણથી ઘાયલ થયેલ છતાં કેાઇ રીતે સમજાવીને બલાત્કારથી શ્રેષ્ઠીપુત્રને તેને ઘેર લઇ ગયા. ત્યાં કામવરથી મળતા શરીરવાળા એવા તે શય્યારૂપ તલાવડીમાં પડયેા, પણ જળવિયેાગી મત્સ્યની જેમ તેને લેશ પણ શાંતિ ન વળી. એવામાં તેના મિત્ર કામદેવ પાસેથી પેાતાના પુત્રના તેવા પ્રકારના સમાચાર સાંભળીને વ્યાકુળ મનવાળી એવી તેની માતા તરત ત્યાં આવીને પુત્રને કહેવા લાગી કે: “ હે વત્સ ! શું તારા શરીરે હાલ કેાઈ વ્યાધિ ઉત્પન્ન થઈ તને ખાધા કરે છે ? ઉઠે સાકરનું પાણી પી અને લેાજન કર. વા મશાલાયુક્ત ઉકાળેલા દૂધનું પાન કર. અથવા ખીજી કાઈ જે તને ચિંતા હાય તે મારી આગળ સ્પષ્ટ કહી દે. આ સાંભળીને કામવિકારથી વિવલ મનવાળા એવા તે કુમાર લજ્જાને ત્યાગ કરીને નિસાસા મૂકતા માતાને કહેવા લાગ્યા કેઃ—“ હે માત ! ઋષભશ્રેષ્ઠીની કન્યાના હસ્તસ ધરૂપ અભિષેકથી મારા શરીરના સતાપ તરત શાંત થાય તેમ છે. આ પ્રમાણે તેનું સ્વરૂપ જાણીને ઉત્સુક મનવાળી એવી તેની માતાએ પેાતાના પતિ બુદ્ધદાસને તે વાત તરત નિવેદન કરી એટલે કઇક ચિંતાતુર એવા શ્રેષ્ઠીએ પણ વેગથી ત્યાં આવીને તેના તાપની ઉપશાંતિને માટે પેાતાના વચનામૃતનું પાન કરાવ્યું–અર્થાત્ તે કહેવા લાગ્યા કે—“ હે વત્સ તું સ્વચ્છ આશયવાળા અને મુગ્ધ મળકામાં અગ્રેસર હાવા છતાં અશકય વસ્તુમાં કદાગ્રહ કરે છે. બુધના ધુરંધર અને માંસાહારી એવા આપણા ચાંડાલની જેમ સ્પ કરીને જે સ્નાન કરવા ઇચ્છે છે, હે પ્રાન ! કસાઇને કામધેનુની જેમ
""
""