________________
:
E
તUTI
पंचमः प्रस्तावः
હવે જગદગુરૂની પ્રતિમાની કપૂર, અગરૂ, કસ્તુરી અને ધૂપ વિગેરેથી વિશેષ પ્રકારે પૂજા કરીને અદાસ શ્રેષ્ઠીએ પલતાને કહ્યું કે –“હે પ્રિયે ! તું પણ કથા કહે, કે જેથી સમ્યકત્વનું સૌભાગ્ય સાંભળી હું પરમ પ્રીતિ પામું.”પોતાના સ્વામીને સુધાના માધુર્યને પણ જીતનાર એ આ આદેશ મેળવીને પદ્મલતા પોતાના સમ્યકત્વની ઉત્પત્તિમાં હેતુભૂત એવી કથા કહેવા લાગી –
કામદેવ જેવા અનેક લોકેનું એક કીડાસ્થાન, સુખસંપન્ન અને વસુધાના મંડનરૂપ એ અંગ નામને દેશ છે. ત્યાં પોતાની સંપત્તિથી સ્વર્ગસંપત્તિને ધ્રુજાવનાર અને સીદાતા જનોને એક આધારરૂપ એવી ચંપા નામની મહાનગરી હતી. જે નગરીના પૂર્વે જગદ્ગુરૂ વાસુપૂજ્ય ભગવાન સ્વામી થયા, તેને સૌભાગ્યાતિશય કહેવાને કોઈ પણ સમર્થ થઈ શકે? અહો! જે અત્યારે પણ સતી સુભદ્રાના શીલરૂપ કપૂરથી વાસિત છે એવી તેની તુલના ભેગાવતી (શેષનાગની રાજધાની) લેશ માત્ર પણ શી રીતે કરી શકે? ત્યાં નરવાહન (કુબેર)ની સમાન લક્ષમીવાળો, કૃષ્ણના જે પ્રતાપી અને અગણિત વાહન (અશ્વ કે રથ) વાળો એ નરવાહના નામે રાજા હતો. વિશ્વવિખ્યાત એ તે મહીપાલ ગુણવતેમાં ગુણેએ મુખ્ય, ણ્યવંતામાં પુએ મુખ્ય અને બલવંતામાં બળ (સૈન્ય) થી મુખ્ય હતો. તેને પદ્મ સમાન કાંતિવાળી,કમળ જેવા સૌરભવાળી, સૌભાગ્યસં.
૨