________________
૧૬૦.
સમ્યકત્વ કૌમુદી-શીલસુંદરીની કથા.
માતાથી ઉત્સાહિત થયેલી અને કામગથી વિરક્ત એવી શીલસુંદરી પણ ત્યાં સંયમ લઈને મેલે ગઈ. જિતારિપના પુત્ર જિતશત્રુ રાજાએ પોતાના પિતાના સંયમ સમયે સર્વને આશ્ચર્યકારી એ મહેત્સવ કર્યો. કારણ કે ચૈત્ય, પ્રતિમા, દીક્ષા, તપ, સમવસરણની રચના અને ધ્વજા–વિગેરે મહોત્સવમાં કઈ ભાગ્યવંતનું જ ન્યાયપાર્જિત ધન કૃતાર્થ થાય છે.”
હે સ્વામિન ! રાજસુતા મુંડિતાના વ્રતનું માહાસ્ય જોઈને મેં પણ તે વખતે વિધિપૂર્વક સમ્યત્વ અંગીકાર કર્યું, કારણ કે કિયાહીન છતાં સમ્યત્વથી વિશદ (નિર્મળ) આશયવાળું પ્રાણી મુક્તિવધૂને વશ કરીને નિરંતર તેની સાથે લીલા કરે છે.
શ્રીજૈનધર્મની ઉન્નતિની એક રાજધાનીરૂપ નાગશ્રીએ કહેલ તે કથાને પોતાના હૃદયમાં ધારણ કરીને સ્ત્રીઓ સાથે અહદાસ છેછીએ કહ્યું કે –“હે ભદ્રે ! તેં કહ્યું કે આ બધું યથાર્થ છે.” એવામાં કુંદલતા બેલી કે –“હે દેવ ! ધૂર્તની કથાની જેમ સર્વ સ્વકલ્પિતજ આ વાતમાં મને લેશ પણ વિશ્વાસ આવતો નથી, તે વખતે રાજા વિગેરેએ વિચાર કર્યો કે:-“અહો આ લલના વૃષ્ટિથી મગશેળીયા પાષાણની જેમ સવાથી ખરેખર! અભેદ્ય છે. જે પ્રાણું શુક્લપક્ષી હોય અને ભવિષ્યમાં જેનું કલ્યાણ થવાનું હોય, તેનું જ અંત:કરણ પરની સ્તુતિ સાંભળીને આદ્ધ થાય છે.
આ પ્રમાણે રાજસુતાની જેમ નિશ્ચય સમ્યકત્વધારી એ જે પ્રાણ જિદ્રકથિત વ્રતને દઢતાપૂર્વક ધારણ કરે છે, તે સ્વર્ગ અને મેક્ષનાં સુખ પામે છે. કર્ણપુરથી અવશ્ય પાન કરવા લાયક એવું આ રાજપુત્રીનું ચરિત્ર સાંભળીને જગતમાં અદ્દભુત પ્રભાવવાળા એવા જિનમતને જાણતા એ શ્રેણિક રાજા પણ મંત્રીશ્વર સાથે અતિશય હર્ષ પામે.
॥इति सम्यक्त्वकौमुद्यां श्रीतपागच्छनायकश्रीसामसुंदरम्मूरिश्रीमुनिसुंदरसूरिश्रीजयचंद्रमुरिशिष्यैः पंडितजिनहर्षगणिभिः कृतायां चतुर्थः प्रस्तावः ॥