________________
ભાષાંતર.
૧૫૯
ગુરૂ વસુધાતલને પાવન કરતા ત્યાં આવ્યા. એટલે વનપાલના મુખથી તેમનું આગમન જાણુંને મુદિત થતા તે બંને રાજાઓ પિતાના પરિવાર સહિત ભક્તિપૂર્વક તેમને વંદન કરવાને ગયા. ત્યાં નમસ્કાર કરીને બેઠા એટલે ગુરૂમહારાજે ધર્મલાભરૂપ આશીષ આપીને તત્ત્વાતત્ત્વનો પ્રકાશ કરવા ધર્મદેશના આપવી શરૂ કરી:
હે ભવ્યજને ! દયાથી ધર્મ એક પ્રકારે જ્ઞાન અને ક્રિયાથી બે પ્રકારે, જ્ઞાન, દર્શન અને ચારિત્રથી ત્રણ પ્રકારે, દાન, શીલ, તપ અને ભાવથી ચાર પ્રકારે, અહિંસાદિ પાંચ વ્રતથી પાંચ પ્રકારે છે આવશ્યકથી છ પ્રકારે, સાત નથી સાત પ્રકારે, આઠ પ્રવચન-માતાથી આઠ પ્રકારે, નવતત્વથી નવ પ્રકારે અને ક્ષાંત્યાદિ દશ સદ્દગુ.
થી ધર્મ દશ પ્રકારે કહેલ છે. જે પ્રાણી સમ્યગ જ્ઞાન અને ક્રિયાથી પોતાની ઈષ્ટસિદ્ધિને માટે પ્રયત્ન કરે છે, તેને અવિનાભાવથી (અવશ્ય) સર્વ ફળ પ્રાપ્ત થાય જ છે. પ્રાણુ સાધ્ય અર્થને સમજીને જે પ્રવૃત્તિ કરે, તે તે સાધ્યને અવશ્ય સાધે છે. એમ સર્વત્ર જોવામાં આવે છે. તેથી અસાધ્ય આરંભ કરનાર અને સાધ્યને આરંભ ન કરનાર એ બંનેને અ ન્યાશ્રયી સમ્યજ્ઞાન કદી ન હોય. માટે આગમજ્ઞની જે ક્રિયા, તેજ ક્રિયા કહેવાય છે અને આગમજ્ઞ પણ તેજ કહેવાય કે જે પોતાની શક્તિપૂર્વક તે ક્રિયામાં પ્રવૃત્ત થાય. ચિંતામણિના સ્વરૂપને જાણનાર દારિદ્રયથી કદી પરાભવ પામતે નથી. પરંતુ તેની પ્રાપ્તિના ઉપાયમાં ભિન્નતા હોય, તે તે અન્યત્ર પ્રવર્તે છે, અને જે અન્યત્ર પ્રવૃત્તિ કરે છે, તે તેના સ્વરૂપને જાણ પણ નથી. કારણ કે માલતીના ગંધગુણને જાણનાર મધુકર દર્ભમાં કદી રમણ કરતું નથી. શાશ્વત સ્થાનની પ્રાપ્તિ એ જ્ઞાન કિયાનું મુખ્ય ફળ છે. અને દેવ તથા મનુષ્યનાં સુખ તે તેનું પ્રાસંગિક ફળ કહેલ છે.” આ પ્રમાણે તેમનો ઉપદેશ સાંભળીને સંવેગરસથી પૂરિત થયેલા એવા મંત્રી વિગેરે સહિત જિતારિ અને ભગદત્તાદિક રાજાઓ, સમ્યકત્વના એક આધારરૂપ તથા શીલાંગના ગુણરૂપ રત્નથી પૂરિત એવા ચારિત્રરૂપ નાવપર આરૂઢ થઈને સંસાર-સાગરને પાર પામ્યા. અને