________________
ભાષાંતર.
જે પ્રાણું જિનેક્ત વ્રતને સમ્યકત્વપૂર્વક પ્રયત્નથી પાળે છે, તે કૈવલ્યલક્ષ્મી પામીને સિદ્ધિવધૂની સાથે નિરંતર વિલાસ કરે.”
પછી રાજબાળાએ પરિવાર સહિત તે સાધ્વીને ભક્તિપૂર્વક પિતાને ઘેર લાવીને શુદ્ધ અન્ન, પાન અને વસ્ત્રાદિક તેમને વહેરાવ્યા. હવે ધર્મના પ્રભાવથી પ્રાપ્ત થયેલ તેના રૂપ અને સંદર્યની સંપત્તિ સર્વ રાજાઓના રાજમંદિરમાં સુપ્રસિદ્ધ થઈ ગઈ. એટલે તેના વિવાહને માટે રાજાએ ઉભય પક્ષમાં વિશુદ્ધ અને સુરૂપવંત એવા અનેક રાજકુમારે જોયા, પરંતુ તેવા પ્રકારના સૈભાગ્યની સંપત્તિથી શ્રેષ્ઠ એવા કેઈપણુ વર તેના કરતાં અધિક તે દૂર રહે, પરંતુ તેની સમાન પણ કઈ જોવામાં ન આવ્યું.
એવા અવસરમાં તુરૂષ્ક દેશ (તુર્કસ્થાન) માં ચકકેટ નામના નગરને સ્વામી અને સુરેંદ્ર સમાન બલિષ્ટ એ ભગદત્ત નામને ઉત્કટ (ઉદ્ધત) રાજા હતા. તે મહાદુટે પોતાના સંધિપાલના મુખથી સર્વ કરતાં ઉત્કૃષ્ટ સંદર્યવાળી એવી તે શીલસુંદરી કન્યાની જિતારિરાજા પાસે માગણી કરી. એટલે સંધિપાલે પણ ત્યાં આવી રાજાને પ્રણામ કરીને નિવેદન કર્યું કે –“પ્રશસ્ત લાવણ્ય, રૂ૫ પવિત્ર સુધાની સરિતા સમાન એવી તમારી સુતાની વિષ્ણુ જેમ સમુદ્ર પાસે લક્ષમીની યાચના કરે તેમ ભગદત્ત રાજા પોતે સમર્થ છતાં બહુ માનપૂર્વક સભ્યતાથી આપની પાસે તે માગણી કરે છે. માટે વિનીત વૃત્તિ દર્શાવી તેને તમારી પુત્રી આપે, કે જેથી યાજજીવ તમારા બંને વચ્ચે સુખકારી સંબંધ જોડાય. વળી કન્યા ગુણવતી છતાં કેઈને પણ આપવી તો પડે જ છે, પરંતુ આ ભાગ્યશાળી વર તો ભાગ્યે જ મળી શકે છે. તેમજ કુળ, શીલ (આચાર), શરીર, વિદ્યા, વય, વિત્ત અને સનાથતા–વિગેરે જે વરમાં ગુણો જોઈએ, તે પણ આ રાજામાં બધા વિદ્યમાન છે.” આ સાંભળતાં જિતારિરાજાએ દૂતને પોતાને મનેભાવ જણાવ્યા કે –“હે દૂત! તમારા સ્વામીમાં વરને યોગ્ય છે કે ગુણે છે, તથાપિ કુળ અને ધર્મથી તે હીન હોવાથી શ્વાનને જેમ માણિક્યની માળા,તેમ તમારા રાજાને