________________
ભાષાંતર.
૧૫૩
મુંડિતા તેમની સામે જમીન પર બેસી હાથ જોડીને વિજ્ઞપ્તિ કરવા લાગી કે - “હે સ્વામિનિ ! વ્યાધિરૂપ દાવાગ્નિની જ્વાળા મને બહુ સતાવે છે. માટે કૃપા કરી એવું ઔષધ બતાવે, કે જેથી તે શાંત થઈ જાય. હે સ્વામિનિ ! તમે જગજજીની કૃપાના એક સુધાવાપી સમાન અને સ્વભાવથી જગત્પર ઉપકાર કરવામાં નિપુણ છે, માટે હે વિવજીવિનિ ! નાના પ્રકારના રોગના વેગથી કાયર મનવાળી એવી હું આપની પાસે કાંઈક ઓષધની યાચના કરું છું.” આ સાંભળી તે સાધ્વીએ કહ્યું કે:-“હે ભદ્ર! પૂર્વકૃત કર્મના પરિપાકથી સંસારરૂપ અરણ્યમાં પ્રાણીઓને સુખ, દુઃખ પ્રાપ્ત થાય છે. સુધાનું ઔષધ જેમ ભજન અને પિપાસાનું ઔષધ જેમ જળ છે, તેમ સમસ્ત કણનું પરમ ઔષધ સર્વજ્ઞભાષિત ધર્મજ છે અને તે ધર્મ શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મના શ્રદ્ધાપૂર્વક સાધુધર્મ અને શ્રાવકધર્મ–એમ બે પ્રકારે કહેલ છે. ઈદ્રિયવશ પ્રાણને સાધુધર્મ પાળવો તે દુષ્કરજ છે. કારણ કે મેરૂ પર્વતના શિખર પર ચડવાને પંગુ (પાંગળ) શું સમર્થ થઈ શકે? માટે તેને તો દેશથી સાવઘને ત્યાગ કરવા પૂર્વક શ્રાદ્ધધર્મજ સુશક્ય છે, તો હે વત્સ! બાર વ્રતથી વિભૂષિત એવા શ્રાદ્ધધર્મને તું અત્યારે સ્વીકાર કર અને સમ્યકત્વવાસિત તે ધર્મ નિરતિચારપણે આચરતાં અષ્ટ કર્મને વંસ કરનારી એવી અર્વતની અષ્ટપ્રકારે પૂજા કર. તથા જિન ભગ વંતની સમક્ષ સ્થિત થઈ સપુષ્પ અને નૈવેદ્ય પ્રમુખ પવિત્ર વસ્તુ ઓથી સિદ્ધચકની ત્રિકાલ પૂજા કર. તથા પગલે પગલે ૩ કાર (પ્રણવ) અને માયાબીજ-એ બે મહાબીજના જાપપૂર્વક આદભાવથી પંચ નમસ્કારના આઠ હજાર જાપ જપ તેમજ સુપાત્ર અને દીનદુ:સ્થિત પ્રાણુઓને સદા અન્નદાન આ૫ અને સિદ્ધિસુખ આપનારૂં એવું સાધમિવાત્સલ્ય કર. તથા સુવર્ણના એક ભાર જેટલું, દિવ્ય, સુખકારી અને રત્નાલંકારથી વિભૂષિત એવું જિન ભગવંતનું એક બિંબ કરાવ. હે ભદ્ર! આ પ્રમાણે ધર્મકૃત્ય કરતાં છ માસમાં તારા શરીરરૂપ રાફડામાંથી રેગરૂપ સર્પો બધા ચાલ્યા જશે.”