________________
પર
સમ્યકત્વ કૌમુદી -શીલસુ દરીની કથા,
રિત્ર સાંભળીને સમ્યકત્વ-તત્ત્વથી શ્રેષ્ઠ એવા જિનેટ્ર ધર્મમાં પાતાના મનને સુદૃઢ કરે.
1 રૂતિ ચતુર્થી માત્રના ।
પછી અંદૃાસ શ્રેષ્ઠીએ નાગશ્રીને કહ્યું કે:- હે પ્રિયે ! સમ્યકત્વની ઉત્પત્તિને સૂચવનારી અને પાતે અનુભવેલી એવી પવિત્ર કથા હવે તું કહી સંભળાવ’ પેાતાના સ્વામિની સુધા સમાન એવી વાણીનુ કર્ણાંજલિથી પાન કરીને તે મનમાં મુદ્રિત થઇને પેાતાનુ વૃત્તાંત તેમની આગળ નિવેદન કરવા લાગી:--
25 @
TH
“ આજ ભરતક્ષેત્રમાં વાણારસી નામની મહાપુરીમાં સામ* વશી અને શત્રુઓના જય કરનાર એવા જિતારિ નામે રાજા હતા. લક્ષ–દાન આપનાર અને સ્કુરાયમાન પર્વ (અંગુલિના અગ્રભાગ)વાળા જેના હાથ સભામાં વિદ્વાનાને સત્વર આદર કરતા હતા અને લક્ષ્યને વિધનાર અને સ્કુરાયમાન પવાળા એવા જેના શર ( ખણુ ) સમરાંગણમાં શત્રુઓને એકદમ ભયભીત કરતા હતા. અસીમ ગુણાના સ્થાનરૂપ એવી કનકચિત્રા નામે તેને રાણી હતી અને વિનીત એવી શીલસુ`દરી નામની તેમની પુત્રી હતી. ઘણા પુત્રાની ઉપર જન્મેલ હાવાથી તથા અતિશય રૂપથી રાજા અને રાણીને તે જીવિત કરતાં પણ વધારે વલ્લભ થઈ પડી. પરંતુ પૂર્વક્રના વિપાકથી ચ।વનના આરંભમાંજ તે દાહવર, શિરાવેદના વિગેરે અનેક રોગોને ભાગ થઈ પડી. મસ્તક મુડાવવાથી દુ:ખિત થયેલી અને દીનતાના સ્થાનરૂપ એવી તે સુડિતા એવા નામથી પ્રસિદ્ધ થઈ. અહા ! કર્મની વિચિત્રતા કેવી છે ? મંત્ર, તંત્ર અને આષધેાથી વેંઘા તેની નિરતર ચિકિત્સા કરતા, છતાં કેાઈ રીતે તે સમાધિ ન પામી.
સર્વજ્ઞના ધર્મોને તેને ઘેર આવી.
એકદા સંવેગરસની એક વાપીતુલ્ય અને જાણનાર એવી વૃષભશ્રી નામની કોઈ સાધ્વી કલ્યાણુરૂપ વૃક્ષની નીક સમાન એવી સાધ્વીને નમસ્કાર કરીને