________________
૧૫૦
સમ્યકત્વ કૌમુદી-વિશ્વભૂતિ બ્રાહ્મણનું વૃત્તાંત.
પૂર્વક નિરાકાર અને સાકાર–એમ બે પ્રકારે કહેલ છે. તેમાં શાવત આનંદદાયક એ પ્રથમ નિરાકાર ધર્મ સાધુઓમાં રહેલ છે અને સ્વર્ગ વિગેરેનાં સુખ આપનાર એ દ્વિતીય સાકાર ધર્મ ગૃહસ્થ માં રહેલ છે.” આ પ્રમાણે ગુરૂની વાણી સાંભળીને વિરક્ત થયેલા એવા રાજાએ શત્રુંજય નામના પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજ્ય સેંપી મંત્રી વિગેરે તથા અંતઃપુર સહિત અઠ્ઠાઈમોત્સવ કરીને સંવેગના રંગપૂર્વક તેણે દીક્ષા અંગીકાર કરી, એટલે ગુરૂ મહારાજે તેમને શિખામણ આપી કે –“હે ભદ્ર! કરડે ભ કરતાં પણ દુર્લભ અને મેક્ષના સાધકરૂપ એવા ચારિત્રરત્નને ભાગ્યમે કઈ રીતે પામીને ક્રિયાકાંડમાં કદાપિ પ્રમાદ કરે ઉચિત નથી. કારણ કે પૂર્વધર સાધુ પણ પ્રમાદ કરતાં નિગોદમાં જાય છે. વળી દ્રવ્ય ચારિત્ર તે પ્રાણીને અનંતીવાર પ્રાપ્ત થયું છે, પરંતુ ભાવચારિત્ર વિના મેક્ષની પ્રાપ્તિ ન થઈ.” આ પ્રમાણે ગુરૂની શિક્ષાથી રાજા વિગેરે સાધુ ધર્મનું નિરતિચારપણે આરાધના કરી કેવળજ્ઞાન પામીને મેસે ગયા. તે વખતે ત્યાં કેટલાક ભવ્યજનોએ સુશ્રાવકના આચારને અને કેટલાકએ સત્સમ્યકત્વને સ્વીકાર કર્યો અને બીજા કેટલાક તે ગુણોથી રંજિત થઈ ભદ્વકભાવ પામ્યા.”
હે સ્વામિન્ ! આવું ધર્મમાહભ્ય જેઈને મેં પણ ત્યાંજ ગુરૂની પાસે શિવસુખને આપનારૂં એવું સમ્યકત્વ અંગીકાર કર્યું. એટલે કૃપારસના સાગર એવા મુનીંદ્ર સમ્યકત્વની.સ્થિરતાને માટે મને ઉદેશીને આ પ્રમાણે ઉપદેશ દેવા લાગ્યા:–“હે ભદ્રે ! તપ અને શ્રુતજ્ઞાનના હેતુરૂપ તથા જ્ઞાન અને ચારિત્રના બીજરૂપ એવું સમ્યકત્વ ભવ્ય જીજ ભાગ્યયોગે પામી શકે છે. કહ્યું છે કે –
શ્નાર્થ દિ ઘરગજ્ઞાન-વિધુત્તમ નમ न पुनानचारित्रे, मिथ्यात्वविषदूषिते " ॥१॥ જ્ઞાન અને ચારિત્રરહિત એવું સમ્યકત્વ પ્રશસ્ય છે, પરંતુ
'