________________
ભાષાંતર.
૧૯
ન રાખવાને નિયમ લીધો છે. જે પ્રાણુ સદગુરૂની પાસે જેવી રીતે વ્રત અંગીકાર કરે, તેનું તેવી રીતે પાલન કરવાથી તે અખંડિત સુખ પ્રાપ્ત કરી શકે છે. હે રાજન! અનર્થદંડ તે લક્ષમણની જેમ માણસના હાથમાં શસ્ત્ર આવતાં જીવહિંસા થઈ જાય છે. માટે દયાળુ જનેએ પિતાના દેહ પર શસ્ત્ર ધારણ કરવું નહિ. કારણ કે પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલ એ એક ધર્મજ પ્રાણીઓનું રક્ષણ કરનાર છે.” આ પ્રમાણે બેલતા એવા તેના મસ્તકપર મુગટની દિવ્ય શેભાને કરતી એવી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. તે વખતે આ પ્રમાણે ધર્મનું માહાસ્ય સાક્ષાત્ જોઈને અજિતં રાજાએ પ્રસન્ન થઈને સભાસદે સમક્ષ કહ્યું કે –“જેમ મણિઓમાં ચિંતામણિ રત્ન શ્રેષ્ઠ ગણાય છે, તેમ સર્વ ધર્મોમાં સર્વપ્રણીત ધર્મ શ્રેષ્ઠ છે. જેને મહિમા આ પ્રમાણે વચનને પણ અગેચર છે, એવા તે ધર્મ શિવાય અન્ય કેઈ ધર્મ દુર્ગતિથી રક્ષણ કરવા સમર્થ નથી, એમ મારૂં માનવું છે. તે વખતે સમ્યગ્દષ્ટિ દેવતાઓએ આકાશમાં રહી રાજા વિગેરેને સંશય છેદવા મંત્રિનિશ્ચયના માહાભ્યની પ્રશંસા કરી. પ્રાય: આ સર્વ પ્રાણીઓ ધર્મના અભિલાષી હોય છે, પરંતુ ધર્મનું સમ્યક સ્વરૂપ તેઓ ગુરૂ વિના જાણી શક્તા નથી. વૃદ્ધિ પામતા વ્યામેહરૂપ અંધકારવાળા એવા સંસારરૂપ ખાડામાં પડતા એવા પ્રાણીઓને ગુરૂજ દીપક સમાન છે.
એવા અવસરમાં ભવ્ય જરૂપ કુમુદને ચંદ્ર સમાન અને તસ્વામૃતની સંપત્તિને વિસ્તારતા એવા શ્રીમાન જિનચંદ્રગુરૂ ત્યાં પધાર્યા. તેમનું આગમન સાંભળીને આહંત ધર્મનો જિજ્ઞાસુ એ તે રાજા પ્રધાન વિગેરે સહિત ગુરૂની પાસે ગયો. ત્યાં મંત્રીએ બતાવેલ વિધિથી રાજા ગુરૂના ચરણે નમે. કારણ કે કુલીન જન યથા
ગ્ય વિનયસ્થિતિને ચૂકતા નથી. પછી રાજાએ અંજલિ જેડીને મુનીંદ્રને કહ્યું કે “હે વિભ! સ્વર્ગ અને મોક્ષને આપનાર એવું ધર્મતત્ત્વ મને કહો.” એટલે ગુરૂ બોલ્યા કે –“હે રાજન ! સુખલક્ષ્મીના એક ભંડાર એવા ધર્મને જિન ભગવંતોએ સમ્યગ્દર્શન