________________
૧૫૪
સમ્યકત્વ કૌમુદી-શીલસુંદરીની કથા.
આ પ્રમાણે વૃષભશ્રીના ઉપદેશથી જૈનધર્મનું આરાધન કરતાં તે અનુક્રમે રેગમુક્ત અને મહાકાંતિવાળી થઈ. તે ધર્માનુષ્ઠાનના માહા
ભ્યથી રાજકન્યાનું સમસ્ત સ્ત્રીઓને જીતનાર એવું પરમ સભાગ્ય દિવસે દિવસે વધવા લાગ્યું. બ્રહ્મસ્વરૂપની જેમ સર્વ કરતાં અદ્દભુત એવા તેના રૂપને જોઈને રાજા પ્રમુખ ધર્મને મંત્ર તથા ઔષધ કરતાં અધિક માનવા લાગ્યા.
એકદા કૃતજ્ઞ હૃદયવાળી અને સાધ્વીના કરેલા ઉપકારને સંભારતી એવી તે રાજપુત્રી સાધ્વીઓના સમુદાયને વંદન કરવા ગઈ. ત્યાં વિકસ્વર મુખ-કમળવાળી એવી તે સન્માર્ગ બતાવનારી એવી સાધ્વીઓને વંદના કરીને વૃષભશ્રીને કહેવા લાગી કે –“હે ભગવતી! સુધામાં સ્નાન કરવાની જેમ આપના પ્રસાદથી હું થોડા વખતમાં રેગમુક્ત અને સુરૂપવતી થઈ. માટે જેને પ્રભાવ કહેવાને દેવતાઓ પણ સમર્થ નથી એવા ધર્મનું નિરતિચારપણે યથોચિત આચરણ કરીશ. પરંતુ પુણ્યની કામનાને લીધે દેશ, કાળ અને ઘરને ઉચિત એવા વિશુદ્ધ અન્ન, પાનાદિકથી આપનું ગૌરવ કરવાની મારી ઈચ્છા છે. કહ્યું છે કે – "जिनपूजां मुनिभक्ति, वात्सल्यं सर्वसंघलोकस्य ।
ઉતિ પ્રથા-તેવાં લઇ મતિ બને” II II
“જે ગૃહસ્થો જિનપૂજા, ગુરૂભક્તિ અને શ્રીસંઘનું વાત્સલ્ય કરે છે, તેમને જન્મ સફળ થાય છે.” આ સાંભળીને વૃષભશ્રીએ તેને કહ્યું કે –“હે ભદ્રે ! જિનેન્દ્ર વ્રતથી જે રૂપ અને આરેગ્યાદિક પ્રાપ્ત થાય, તેમાં વિશેષતા શું છે? પરંતુ એ વ્રતના પ્રભાવથી તે શુદ્ધ ભાવસંયુક્ત પ્રાણુ તે કરતાં પણ અતિ દુર્લભ એવી સ્વર્ગ અને મેક્ષની લક્ષમીને પણ અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. કહ્યું છે કે – " सम्यक्त्वपूर्वाणि जिनोदितानि, व्रतानि यः पालयति प्रयत्नात् । • आसाद्य कैवल्यस्मां सृजेत, ससिद्धिवध्वाः सततं विलासम्" ॥१॥