________________
૧૧૪
સમ્યકત્વ કૌમુદ-ગુણપાલ શ્રેણીનું વૃત્તાંત.
વવા માન સહિત એની માગણી કરી, કારણ કે ઉત્પન્ન થતા નવીન લાવણ્ય (સૈારભ્ય) વાળી મનવાંછિત ફળને આપવાવાળી એવી કલ્પવલ્લી સમાન કામિનીની કેણું પ્રાર્થના ન કરે? પરંતુ તે શ્રેણી શ્રાવક વિના કેઈને આપવાનું નથી. કારણ કે કામધેનૂ ગાયના ભક્ષક (વાઘ) ને કેણ આપે ? જે પ્રાણું ધર્મધુરાને વિશેષ રીતે ધારણ કરે છે, તે નિર્ધન હોય છતાં બુધજને તેને ધનિકોની પંક્તિમાં પ્રથમ ગણે છે. (ધનવંતામાં મુખ્ય કરે છે.) તું ઘુતમાં કુશળ, ચેર અને પરદારાલંપટ છે. માટે તે શ્રેષ્ઠ સતીને ગ્ય શી રીતે થઈશ?” આ પ્રમાણેનું કથન સાંભળીને રૂદ્રદત્ત પુન: તમને કહ્યું કે –“આ બાબતમાં તમારા સાંભળતાં હું પ્રતિજ્ઞા કરું છું કે:-“આ કન્યાનું પાણિગ્રહણ કરીને તેજ વેષે અહીં આવીને તમારી સાથે લીલાપૂર્વક નૂતન કંકણવાળા હાથે નવા નવા ધૃતથી જે હું ન રમું, તે તમારે મને અધમ વિપ્ર ગણવો.”
પછી ધૂતશાળામાંથી ઉઠી અને ઘરની બહાર નીકળીને ધૂત અને માયાવી એ તે અનેક ગામ ભમને, કેઈક મુનિની પાસે શ્રાવકાચારને તથા સ્તોત્ર સહિત શ્રાદ્ધપ્રજ્ઞપ્તિ વિગેરે સૂત્રને અભ્યાસ કરીને ગુરૂસેવામાં કુશળ અને ભગવંતની સ્તુતિ કરવામાં નિપુણ એ તે શ્રાવકેમાં પોતાને બ્રહ્મચારી તરીકે ઓળખાવતે, ભાષા અને શરીરને પવીને (બદલાવીને) દરેક તીર્થો અને દરેક ગામે જિનપ્રતિમાઓને નમસ્કાર કરતા તે એકદી ત્યાં હસ્તિનાગપુરમાં આવ્યું. ત્યાં ગુણપાલશ્રેષ્ઠીએ કરાવેલ જિનચૈત્યમાં દશ પ્રકારના ધર્મને ધારણ કરતે અને કપટી એ તે, જિનપૂજાને માટે ત્યાં આવતા શ્રેષ્ઠીના જેમ જોવામાં આવે, તેવા પ્રકારનો સદાચારને દંભ ધારણ કરીને રહ્યો. પછી અહંતની પ્રશસ્ત એવી અષ્ટપ્રકારી પૂજા કરીને સજજનોમાં શ્રેષ્ઠ એવા તે શ્રેષ્ઠીએ વંદનપૂર્વક તેને પૂછયું:–“હે શ્રાવકત્તમ ! આપ કયાંથી આવે છે? અને આવા દૈવનમાં પણ બ્રહ્મચારિત્રત તમે શા કારણથી આદર્યું છે?” એટલે વિધિપૂર્વક