________________
ભાષાંતર.
૧૪૫
નથી. કારણ કે ખીજાઓને પાપ આપવામાં તેા સારી રીતે પાપવૃદ્ધિ થાય, પરંતુ પુણ્ય આપવા જતાં તે પરિણામે હાય તેથી પણ તે રહિત થઇ જાય. પ્રાણી પ્રાય: પેાતાના કરેલા શુભાશુભ કર્મને પામે છે, તથાપિ કેવળ મન:સંતુષ્ટિને માટે જ અંતકાળે પ્રાણીને પુણ્ય આપવાના વ્યવહાર પ્રવર્ત્તમાન છે. જે ધર્મકાર્ય માં પ્રાણીને કઇક અનુમાદના કરવાના પ્રસંગ મળે, માટે મૃત પાછળ પણ અહીં કરવામાં આવે છે. બીજું કશું ફળ કે કારણુ નથી. વળી હે દેવ ! આપણા નગરના ઉદ્યાનમાં મહર્ષિ આની શ્રેણીયુક્ત ધર્મસાર નામના નિગ્રંથ ગુરૂ છે. માટે ત્યાં જઈને હે રાજન ! તેમની પાસે જોદાનનુ સમ્યગ્ સ્વરૂપ તમે પૂછેા, તા મહાન લાભ થાય તેમ છે.” પછી શ્રદ્ધાછુ એવા રાજાએ માણસા સહિત ત્યાં જઈને વિનયથી નમસ્કાર કરી દાન અને દેયની વિચારણા તેમને પૂછી. એટલે ગુરૂમહારાજે પણ તેવીજ રીતે સ્વરૂપ કહી બતાવ્યુ. તે સાંભળીને રાજા સમ્યકત્વ અંગીકાર કરી વ્રતધારી શુદ્ધ શ્રાવક થયા. પછી ગુર્મહારાજ પુન: તે પુણ્યવત રાજાને શિખામણ આપતાં ખેલ્યા કે: “ હે રાજન ! જિનશાસનમાં તુ વિચારકુશળ થજે. જે સુજ્ઞ જીવાજીવાદિ તત્ત્વાના વાર વાર વિચાર કરે, તેનું સમ્યકત્વ ક્રમે ક્રમે અધિકાધિક શુદ્ધ થતુ જાય છે. કહ્યું છે કે:
" त्रैकाल्यं द्रव्यषङ्कं नवपदसहितं जीवषङ्कायलेश्याः पंचान्ये चास्तिकाया व्रतसमितिगतिर्ज्ञानचारित्रभेदाः । इत्येवं मोक्षमार्ग त्रिभुवनमहितैः प्रोक्तमर्हद्भिरीशैः, प्रत्येति श्रद्दधाति स्पृशति च मतिमान् यः स वै शुद्धदृष्टिः " ॥१॥
??
,
ર
ત્રણ કાળ અને નવ પદ સહિત છ દ્રવ્ય, જીવની છ કાય, વેશ્યા, પાંચ અસ્તિકાય, પાંચ વ્રત, પાંચ સમિતિ, ચાર ગતિ, પાંચ જ્ઞાન અને પાંચ ચારિત્રના ભેદો-આ પ્રમાણે ત્રિભુવનપૂજિત એવા જિનભગવંતાએ પ્રરૂપેલ મેાક્ષમાર્ગને જે મતિમાન પ્રાણી માને છે, શ્રદ્ધે છે અને તેમાં લીન થાય છે, તેનુ સમ્યકત્વ અતિશય શુદ્ધ હાય છે.”
૧૯