________________
૧૪૬
સમ્યકત્વ કૌમુદી—વિશ્વભૂતિ બ્રાહ્મણનું ધૃત્તાંત..
આ પ્રમાણે ગુરૂમહારાજના વાક્યને સત્યપણે સ્વીકારીને ત્યારથી તે રાજાએ વિશ્વભુતિ બ્રાહ્મણપર ગુરૂબુદ્ધિ ધારણ કરી. પછી આચાર્ય મહારાજના ચરણુને નમસ્કાર કરીને વિશ્વભૂતિ સહિત રાજાએ ઘેર આવીને આનંદપૂર્વક ધર્મોત્સવ કરાવ્યેા. પછી સામપ્રભ રાજા આહુત પડિતા સાથે નિરંતર ધર્માંગાણી કરતાં અનુક્રમે જૈનધર્મના વેત્તાએમાં એક અગ્રેસર થયા. તે વખતે ઘણા બ્રાહ્મણેા સમ્યગ્દષ્ટિ થયા. કારણ કે સૂર્યોદય થતાં અંધકાર શું કયાંય પણ રહી શકે? આ પ્રમાણે સુપાત્રદાનના માહાત્મ્યથી વિશ્વભૂતિ બ્રાહ્મણ તેજ ભવમાં ધનવાન્ અને ધર્મવંત જનાને માન્ય થયા. અને તેજ નગરમાં સુવર્ણ પ્રતિમાયુક્ત જૈનમંદિર કરાવીને તેણે સ ંપત્તિનું ફળ મેળવ્યું. પછી શ્રાવકધર્મનું આરાધન કરીને તે વૈમાનિક દેવતા થયા અને અનુક્રમે ચારિત્ર પામીને મેાક્ષે જશે.” સામશમાં પ્રધાન પણ આ પ્રમાણે સુપાત્રદાનનુ ફળ સાંભળીને મિથ્યાત્વીએના સંસર્ગ છેડી દઇને આસ્તિક શ્રાવક થયા.
હવે એકદા વ્રત લેવાને ઇચ્છતા એવા તેણે શ્રીગુરૂના મુખથી આ પ્રમાણે અન દડવ્રતનું વર્ણન સાંભળ્યું:- જૈનધર્મીના ધારક ભવ્ય જીવને, પ્રાણીઓના પ્રાણને હરણ કરનાર એવા શસ્ર, અગ્નિ, વિષ અને યંત્રને ધારણ કરવાં તે ચેાગ્ય નથીજ. કારણકે પાપનાં અધિકરણા ધારણ કરતાં અંતરંગ પળના ઉલ્લાસ થવાથી માણસાનુ મન અન કરવાને તૈયાર થાય છે. માટે સુજ્ઞ જને પેાતાના શરીર પર લાહનું શસ્ત્ર ધારણ કરવું નહિ. ” આ સાંભળીને તે પ્રધાને પણ તે વખતે લાહમય શસ્ત્ર ધારણ ન કરવાનો નિયમ લીધે. એટલે ગુરૂએ પુન: તેને શિખામણ આપી કે-“હું મંત્રિન્ ! આ અને લેાકમાં સુખકારી એવા આ વ્રતનુ પ્રયત્નપૂર્વક તારે પાલન કરવું. ” એટલે ત્યારથી દયાના ભંડાર એવા તે રણાંગણમાં કે રાજસભામાં જતાં ઉપરથી સુવર્ણ અને માણિક્યથી મંડિત એવી કાષ્ઠની તરવાર રાખવા લાગ્યા. આ પ્રમાણે સપુણ્ય આચરતાં વ્રતધારી એવા તેના સામ્રાજ્ય સુખયુક્ત ઘણા કાળ ચાલ્યા ગયા. અા વ્રતના મહિમા