________________
ભાષાંતર.
૧૪૩
સર્વજ્ઞના ધર્મને જાણનાર એ વિશ્વભૂતિ આ પ્રમાણે કહેવા લાગે:-“હે વિભે! આ પાત્રાપાત્રને વિચાર છે કે અગાધ છે, તથાપિ તત્વમાર્ગના અનુસાર સંક્ષેપથી કહું છું તે સાંભળ-મહર્ષિ એએ આરંભ અને પરિગ્રહરહિત અને તપ, શીલ તથા દયાયુક્ત એવા ચારિત્રવંતને ઉત્તમ પાત્ર કહેલ છે, અને સત્ય, શાચ તથા દયામાં વર્તનાર, બાર વ્રતધારી અને સભ્યત્વ સંયુક્ત એવા ગ્રહસ્થોને મધ્યમ પાત્ર કહેલ છે, તથા જેઓ ચોથા ગુણસ્થાને વર્તતા હોય અને તત્વના અભિલાષી હોય એવા અવિરત સમ્યગ્દષ્ટિ છે પણ જઘન્યપાત્ર ગણાય છે. તેમજ જેઓ આર્ત, દીન, હીન અંગવાળા અને સુધાદિથી દુઃખિત છે, તેમને પણ સર્વદા સત્કૃપાપૂર્વક સજ્જનેએ દાન તે આપવું જ. ઉક્ત પાત્રને પોતાના શત્ર્યનુસારે દાન દેતાં ગૃહસ્થ, તપ અને શીલરહિત છતાં સંસારસાગરને પાર . પામી શકે છે. કહ્યું છે કે – " नो शीलं परिशीलयंति गृहिणस्तप्तुं तपो नो क्षमा,
आर्तध्याननिराकृतोज्ज्वलधियां येषां न सद्भावना ! इत्येवं निपुणेन हंत ! मनसा सम्यग् मया निश्चितं, नोत्तारो भवकूपतोस्ति गृहिणां दानावलंबात्परः " ॥ १ ॥
“જે ગૃહસ્થ શીલ પાળી શકતા નથી, તપ તપવા જેઓ અસમર્થ છે અને આધ્યાનથી જેમની ઉજ્વળ મતિ હણાઈ ગઈ છે એવા તેમને સદભાવનાને પણ અભાવ છે. આ પ્રમાણે જોતાં સાવધાન મનથી સમ્યમ્ વિચારપૂર્વક મેં નિશ્ચય કર્યો કે દાનના એક અવલંબન વિના ગૃહસ્થને અન્ય કોઈ આ સંસારરૂપ કૂપથી પાર ઉતારનાર નથી.” હે રાજન! વળી જે આપેલ વસ્તુઓ ધર્મના અવખંભ (આધાર) ભૂત થાય છે, તે વસ્તુઓ જ પુણ્યને માટે કલ્પી શકાય છે. તેમજ જે વસ્તુ આપવાથી પ્રાણીઓને મનમાં કલેશ થાય છે અને પછી આરંભ વધે છે, તે દાન અપ્રશસ્ત જ છે. હે મહીનાથ! સમસ્ત દાનમાં પણ તત્કાળ આનંદ આપનાર હોવાથી