________________
-
ભાષાંતર.
૧૪૧
વિશ્વભૂતિ નામના બ્રાહ્મણનું, જાણે પુણ્યનું મંદિર હોય અને અતિથિ દેવતાઓ જ્યાં સત્કાર પામે છે એવું નિવાસસ્થાન હતું. તે વિપ્રને સતીઓમાં અલંકારરૂપ, જૈન ધર્મની ધુરાને ધારણ કરવાવાળી અને સંતુષ્ટ હૃદયકમળવાળી એવી સતી નામે પત્ની હતી. તે દંપતી જિનભગવંત પાસે નૈવેદ્ય મૂકીને અને અતિથિપૂજન કરીને શેષ ભેજનથી પોતાના પ્રાણ ધારણ કરતા હતા. એક દિવસે નિર્દોષવૃત્તિથી પ્રાપ્ત થયેલા ઘઉંના તેવિપ્રે ઘણું પુડલા બનાવ્યા અને સતીએ તેના ત્રણ ભાગ કરીને રાખ્યા હતા.તે દિવસે તપસ્વી અને આશ્રવનિધી એવા કેઈ સાધુ ભિક્ષાને માટે ભાગ્યને તેમને ઘેર પધાર્યા. એટલે શાસ્ત્રોક્ત વિધિથી તેમને નમસ્કાર કરીને જાણે નૃત્વ પ્રાપ્ત થયું હોય તેમ હષ્ટ થઈ અંજલિ જોડીને તે બ્રાહ્મણે વિજ્ઞપ્તિ કરી કે –“હે પ્રભે! આજ મારે મનુષ્યજન્મ સફળ થયો અને ગૃહસ્થતા પણ કૃતાર્થ થઈ કે આપ જેવા મુક્તિમાર્ગના પ્રકાશક એવા સુપાત્ર મારે ઘેર પધાર્યા, માટે હે વિભે ! કૃપા કરી આ ત્રણ પિંડમાંથી એક પિંડ આપ ગ્રહણ કરે.” મુનિ બેલ્યા કે –“હે ભદ્ર! આ ત્રણ પિંડ કરી રાખવાનું શું કારણ?” તેણે કહ્યું કે –આ બે પિંડ દેવ અને અતિથિની ભક્તિ કરવા જુદા રાખ્યા છે; અને તૃતીય પિંડ અમારા શરીરનિર્વાહને માટે રાખેલ છે. મુનીશ્વરે ત્રીજા પિંડને વિશુદ્ધ જાણીને ગ્રહણ કરવા પોતાની ઈચ્છા જણાવી. એટલે દાતારના સાત ગુણેને ધારણ કરતા એવા તે વિપ્રે પણ ત્રીજા પિંડમાંથી તેમને વહરાવ્યું. કહ્યું છે કે – “શ્રદ્ધા તુર્મત્તિ-વિજ્ઞાનમમતા ક્ષમા જ્ઞત્તિ |
यत्रैते सप्त गुणा-स्तं दातारं प्रशंसंति" ॥१॥
“શ્રદ્ધા, સંતોષ, ભક્તિ, વિજ્ઞાન, નિર્લોભતા, ક્ષમા અને શક્તિ આ સાત ગુણયુક્ત દાતાર પ્રશંસાપાત્ર છે.” હવે તે મુનિને દાન આપીને પિતાને કૃતાર્થ માનતો એ તે વિશ્વભૂતિ વિપ્ર પાત્રદાનના આ પાંચ ભૂષણને ધારણ કરવા લાગે –