________________
૧૧૮ સમ્યકત્વ કૌમુદી-ગુણપાલ શ્રેષ્ઠીનું વૃત્તાંત. બ્રહ્મચર્યવ્રત તમે અમુક વખતને માટે કે જીવનપર્યત લીધું છે?” એટલે તે બ્રહ્મચારીએ સ્વ૫ ભાષામાં શેઠને કહ્યું કે –“હે મહાનુભાવ! વનવયમાં આ ઇન્દ્રિય મુનિઓને પણ દુર્જય હેય છે. માટે તપસ્યા (વ્રત) માં તુલના કરતા એવા મેં ગુરૂની આજ્ઞાથી સમયદ બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું છે. સુજનેએ વ્રતને પ્રાણ કરતાં પણ અધિક માનેલ છે. માટે બહુ સંભાળપૂર્વક તેનું પાલન કરવું.. કારણ કે વ્રતભંજક પ્રાણીને ભવાંતરમાં સમ્યકત્વ પ્રાપ્તિ અતિદુર્લભ થઈ પડે છે. કહ્યું છે કે – इष्टवियोगो बहुधार्तियुक्तता, कुयोनिता संततरोगधारिता । पराभवोऽन्यैश्च कुरुपदेहता, फलान्यमुन्याहुरितव्रतांगिनाम्" ॥१॥
ઈષ્ટજનને વિયેગ, વારંવાર ચિંતા, નીચ કુળમાં જન્મ, નિરંતર શરીરે વ્યાધિ, બીજાઓથી પરાભવ દેહની કુરૂપતા વતભંજક પ્રાણીઓને આવાં ભયંકર ફળ પ્રાપ્ત થાય છે. આથી શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે –“સેમશર્માની સુતાને ખરેખર! એજ વર એગ્ય છે, વળી સમાન સ્થિતિવાળા અને સરખી વયવાળો એવો તે મને ભાગ્યયોગેજ પ્રાપ્ત થયેલ છે. આ પ્રમાણે વિચાર કરી કાર્યને અથી એ શેઠ તે બ્ર@ચારીને કહેવા લાગ્યું કે –“હે ભદ્ર! મહેરબાની કરીને તમે એક મારી પ્રાર્થના સફળ કરે. સમ્યગૃષ્ટિ જમાં શ્રેષ્ઠ, અને બંને કુળને વિશુદ્ધ કરવાવાળી તથા સદ્દગુણેથી માન્ય અને ધન્ય એવી આ સેમા નામની કન્યાનું તમે પાણિગ્રહણ કરે. ખરેખર એના પુણ્યથીજ આકૃષ્ટ થઈ તમે અહીં આવ્યા છે, માટે આ સંબંધમાં વિશેષ વિચારણા કરવાની જરૂર નથી. ધનહીન પણ સદાચારી વર સ્ત્રીઓને સારે, પરંતુ શ્રીમાન પણ જે તે સદાચાર માર્ગથી ભ્રષ્ટ હોય છે તે વિષ સમાન છે. ક્ષમા સહિત એ સાધુ જેમ પિતાને અર્થ (ધર્મ) સાધવામાં કુશળ હોય છે. તેમ ગૃહિણી સહિત ગૃહસ્થ પિતાને ગ્રહ
સ્થધર્મ સાધી શકે છે પછી “આજે મારૂં મહા ઉઘમરૂપ વૃક્ષ સફળ થવાનું આ પ્રમાણે મનમાં વિચારતો અને લજજાથી નમ્રમુખવાળે