________________
૧૩૬
સમ્યકત્વ કૌમુદી-ચોથી કથા.
કેટલું અદ્દભુત ફળ મળે છે? વૈષ્ણવ-ધર્મમાર્ગમાં જેટલાં દાન કહ્યાં છે, તે બધાં દાન મેં વિને અનેકવાર આપ્યાં, પરંતુ તે દાનેમાં ક્યાંય પણ પ્રભાવ મારા જેવામાં ન આવે અને આ મુનિદાનનું તે મને અત્યારે જ અહીં મેટું ફળ મળ્યું. માટે પાત્રાપાત્રને વિભાગ (ભેદ) અને દેયાયની વિચારણા તથા દાનનું ફળ એ મુનિની પાસે પૂછયું કે, હે ભગવન્ ! દાનનું સમગ્ર સ્વરૂપ મને કહો.” આ પ્રમાણે સચિવની વિજ્ઞપ્તિથી મુનીશ્વર કહેવા લાગ્યા કે –“હે ભદ્ર! સર્વ સુખનું કારણ અને પુણ્યનું સાધન એવું એ દાન-જ્ઞાન, અભય, સુપાત્ર અને અનુકંપા-એમ ચાર પ્રકારે છે. તેમાં ભવ્ય- . જેને અનુગ્રહબુદ્ધિથી શ્રીસર્વજ્ઞના આગમનું દાન જે આપવું, તે જ્ઞાનદાન કહેવાય છે. જેમ સર્વ ઇદ્રિમાં ચક્ષુ ઇંદ્રિય પ્રધાન (શ્રેષ્ઠ) છે, તેમ સમગ્ર દાનમાં જ્ઞાનદાન ઉત્કૃષ્ટ કહેલ છે. શ્રત (જેનાગમ) લખીને ચા લખાવીને મુનીઓને આપવું. તેને એક અક્ષરદાનથી પણ એક લાખ વર્ષ સુધી દેવતાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. વળી એ દાનના પ્રભાવથી ભવાંતરમાં પ્રાણુ શ્રુતજ્ઞાની અને કેવળજ્ઞાની થઈ વિશ્વમાં પૂજનીય થાય છે. આરંભના કારણરૂપ એવા શાસ્ત્રને દ્રવ્યથી વિનિમય (ફેરબદલી) કરી જે અજ્ઞ પ્રાણી બીજાને આપે છે, તે ભવાંતરમાં તેનું ફળ પામી શકતો નથી. જે પ્રાણી યથાશક્તિ સ્થળ અને સૂક્ષ્મ જીવોનું રક્ષણ કરે છે, તે ધર્મનું એક જીવિતરૂપ બીજું દયાદાન કહેલ છે. સ્વપરના આગમ અને શાસ્ત્રોમાં સર્વ અન્યધમીઓની સાથે આ દાનના ફળની ઉપમા મહર્ષિઓના જોવામાં કયાં આવી નથી. કહ્યું છે કે –
" मेरुगिरिकणयदाणं, धन्नाणं देइ कोडिरासोओ। રૂ વહેક નીવું, ને છુટ્ટા તેજ પાળ” ૨ |
પ્રાણ મેરૂ પર્વતના જેટલું સુવર્ણ દાન આપે અથવા તે દ્રવ્યની અનેક કેટીઓ દાન કરે, તે પણ એક જીવના વધથી થયેલ પાપથી તે મુક્ત થઈ ન શકે.” પરમતના શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –