________________
ભાષાંતર
૧૩૫
એવામાં એકદા સમાધિ અને સમતાવંત તથા શાશ્વત આનંદને આપનારા એવા શ્રીમાન કેશિદેવ મુનીશ્વર ત્યાં પધાર્યા. તેમના શિષ્યમાં કેટલાક એક માસના, કેટલાક બે માસના, કેટલાક ત્રણ માસના અને કેટલાક ચાર માસના ઉપવાસી હતા તથા કેટલાક સજ્વવંત જનેમાં અગ્રેસર તરીકે પ્રસિદ્ધ થયા હતા. તેમજ ચાદપૂર્વ, નવપૂર્વ અને દશપૂર્વના અભ્યાસી પણ ઘણા ભાગ્યશાળી શિષ્ય હતા. હવે કલ્યાણના સાક્ષાત્ ભંડારરૂપ, દશ પૂર્વના વેત્તા, દષ્ટિથી જોઈને પૃથ્વી પર પગ મૂકતા અને ઇન્દ્રિયને અત્યંત ગુપ્ત (વશ) રાખનાર એવા એક સમાધિગુપ્ત નામના રાજર્ષિ સાધુ માસખમણને પારણે સોમશર્મા મંત્રીશ્વરને ઘેર શિક્ષાને માટે આવ્યા. પાત્રમાં પરમ પાત્ર એવા ત્યાં આવેલા મુનીશ્વરને જોઈને મંત્રી લઘુકમી હોવાથી તરત ઉઠીને આ પ્રમાણે કહેવા લાગે –“અહો ! આજે મારે ઘેર ખરેખર ! અનબ્ર (વાદળાં વિના) વૃષ્ટિ થઈ કે ભિક્ષા લેવાને પવિત્ર પાત્ર એવા આ તપોધન (તપસ્વી) મુનિ અહિં પધાર્યા. સત્ય, શીલ અને દયાયુક્ત, નિ:શેષ સંગરહિત તથા સ્વર્ગ અને સિદ્ધિસુખ આપનાર એવું પાત્ર ભાગ્યયોગેજ પ્રાપ્ત થાય છે.” પછી પિતાના કેશથી તે મુનિના ચરણની રજ પ્રમાઈ અને અંજલિ જેડી નમસ્કાર કરીને મંત્રીએ આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી:–
હે મુને ! મારા નિમિત્તે તૈયાર કરેલ અને ત્રિધાશુદ્ધ એવા પર માત્રને અહીં ગ છે, માટે મારાપર અનુગ્રહ કરી તેને ગ્રહણ કરીને આપ પારણુ કરે.” એટલે એષણીય (કપ્ય) આહાર અને મંત્રીની ઉત્કૃષ્ટ ભાવના જોઈને તેના પુણ્યથી પ્રેરાયેલા એવા મુનિએ પણ તેની આગળ પાત્ર પ્રસાર્યું. એટલે “હું ધન્ય અને કૃતપુણ્ય થયે” એમ બોલતા અને રોમાંચિત શરીરવાળા એવા પ્રધાને સાકર અને છૂતથી વાસિત એવું પરમાત્ર તેમને વહોરાવ્યું. તે વખતે સુપાત્રદાનથી સંતુષ્ટ થયેલા એવા સમ્યગ્દષ્ટિ દેવતાઓએ સચિવને ઘેર પાંચ શ્રેષ્ઠ આશ્ચર્ય પ્રગટ કર્યો. આ આશ્ચર્ય જોઈને મંત્રીએ મને નમાં વિચાર કર્યો કે “અહા જગતમાં સ્વલ્પ દાનનું પણ