________________
૧૩૮
સમ્યકત્વ કૌમુદી-ચોથી કથા.
તાની ઉત્પત્તિ થઈ સમજવી. તત્વજ્ઞ પુરૂષે તે જગતમાં અદ્ભુત એવા જ્ઞાન, ચારિત્ર અને તપથી પવિત્ર એવા મુનીશ્વરેને વિશેષ રીતે સુપાત્ર કહે છે. વિશુદ્ધ જે આહાર અને વસ્ત્રાદિક ભક્તિપૂર્વક આપવામાં આવે છે, તે ધર્મના આધારરૂપ હોવાથી ત્રીજું સુપાત્રદાન કહેવાય છે. વળી બ્રહ્મચર્ય, સમ્યકત્વ અથવા માર્ગાનુસારીપણાને અન્ય કેઈ ગુણ જ્યાં જોવામાં આવે, ત્યાં પણ પાત્રતા કહી છે. મેક્ષાથી
એવા ભવ્ય પ્રાણુએ બ્રહ્મચારી એવા મુનિને શ્રદ્ધા અને આદરપૂર્વક કલ્પનીય વસ્તુનું દાન આપવું. નિરંતર આત્ત અને રૌદ્રધ્યાન યુક્ત, સત્ય, શીલ અને દયા રહિત, સ્ત્રી પુત્ર વિગેરેમાં આસક્ત, બહુ આરંભ અને પરિગ્રહયુક્ત, મિથ્યાત્વથી કલુષિત મનવાળે અને ધર્મવંત જનની નિંદા કરનાર એવા જનને તત્ત્વજ્ઞ પુરૂષે સુપાત્ર તરીકે કદાપિ માનતા જ નથી. ભવાંતરની પુણ્યબુદ્ધિથી, કુશાસ્ત્રના માર્ગમાં મેહિત થયેલા એવા જનોને સુવર્ણ અને ગાય વિગેરે જે આપવામાં આવે છે, તે ખરેખર અનર્થ-ફળને આપનાર થાય છે.
“ટૂષ ક્ષેત્રે, વિનું મતિ નિષ્ણમ્
तथाऽपात्रेषु यदत्तं, तदानं न फलेग्रहि ॥१॥ एकवापीजलं यद-दिक्षौ सुस्वादुतां भजेत् । निंबे च कटुतां तद्वत् , पात्रापात्रेषु योजितम् " ॥२॥
ક્ષારભૂમિમાં વાવેલ બીજ જેમ નિષ્ફળ થાય છે, તેમ અપાત્રને આપવામાં આવેલ દાન સફળ થતું નથી. એકજ વાવનું જળ જેમ શેલડીમાં સુસ્વાદિષ્ટ અને નિંબમાં કટુ થઈ જાય છે, તેમ પાત્રાપાત્રની વિચારણા સમજવી.”હે મંત્રીશ્વર! સુપાત્રે દાન આપતાં પણ ભાવ પ્રમાણેજ ફળ મળે છે. વિશુદ્ધ ભાવવિના આપેલ દાન સ્વ૫ ફળદાયક થાય છે. અને પ્રાણુઓને દુ:ખની શાંતિ માટે કૃપાથી જે દાન આપવામાં આવે, તેને જિનેશ્વરેએ શું દયાદાન કહેલ છે.