________________
ભાષાંતર.
૧૩૩
આ પ્રમાણે દેશના સાંભળીને પ્રતિબંધ પામેલ એવા રાજાએ ગુણપાલ વિગેરેની સાથે ગુરૂમહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી, અને સંસારના ભેગથી વિરક્ત એવી ભેગાવતી પ્રમુખ સ્ત્રીઓએ પણ સોમાની સાથે આનંદપૂર્વક દીક્ષા લીધી. તથા રૂદ્રદત્તાદિક સર્વે બાર વ્રત લઈને સમ્યકત્વતત્ત્વમાં કુશળ એવા દઢ શ્રાવકે થયા. હે સ્વામિન્ ! આ બધું સાક્ષાત્ નજરે જોઈને સુખને ઈછતી એવી મેં પણ સદ્ગુરૂની પાસે શુદ્ધ સમ્યકત્વરૂપ માણિજ્ય અંગીકારકર્યું.”
આ પ્રમાણે પ્રિયાએ કહેલ વિપ્રસુતાનું સમ્યકત્વરૂપ સલ્ફળયુક્ત અને હૃદયને રૂચિકર એવું નિર્મળ ચરિત્ર સાંભળીને અહદાસ શેઠ સ્ત્રીઓ સાથે અતિશય આનંદ પામે. એવામાં અનાદિ મિથ્યાત્વરૂપ પુરાણું (જુના) મદિરાથી મેહિત થયેલ એવી કુંદલતા બેલી કે આ બધું કપોલકલ્પિત છે.” તે વખતે રાજા વિગેરેએ વિચાર કર્યો કે;–“અહે! મિથ્યાષ્ટિએમાં અગ્રેસર એવી એના હૃદયમાં આ અશ્રદ્ધાન (મિથ્યાત્વ) તે કેવા પ્રકારનું છે? કહ્યું છે કે -
સંતપરંતં રોષ, વવાતિ કે ધર્મના ઉદા. प्रत्यक्षं लोकानां, रव्याता मिथ्यादृशस्तेऽत्र" ॥ १ ॥
જેઓ ધમી પુરૂષના અછતા દેષને લોકે આગળ કહેતા ફરે છે, તેમને અહિં મિથ્યાદષ્ટિ કહ્યા છે.”
હે ભવ્ય જનો ! સમ્યકત્વપ્રાપ્તિનું નિરૂપણ કરનારી એવી ચંદનશીની કથા સમ્યગ રીતે સાંભળીને સમસ્ત કલ્યાણ આપવામાં કલ્પવૃક્ષ સદશ એવા સમ્યકત્વતત્વમાં મનને દઢ રાખે.
॥ इति सम्यत्त्वकौमुद्यां तृतीया कथा ।। હવે શ્રેષ્ઠીએ વિશુશ્રીને કહ્યું કે - “આત ધર્મમાં કુશળ એવી હે ભદ્ર! તું તારી શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્તિના હેતુરૂપ એવી કથા કહે” પિતાના સ્વામીને આદેશ થતાં મનમાં મુદિત થતી એવી તે વિષ્ણુશી પણ સમ્યકત્વના કારણરૂપ એવું પોતાનું વૃત્તાંત આ પ્રમાણે કહેવા લાગી:–