________________
ભાષાંતર.
૧૩૧
એક દેદીપ્યમાન કાંતિવાળો દેવ થઈ ગયો. તે વખતે તેમાં સતીએ વિચાર કર્યો કે –“સૂર્યની જેમ હૃપ્રેક્ષ્ય અને પરબ્રહ્મની જેમ દુગેમ એવું આ શું રૂપ દેખાય છે.?” એવામાં જેણે આશ્ચર્ય ઉત્પન્ન કરેલ છે એવી માને નમસ્કાર કરી અને હાથ જોડી દેવ કહેવા લાગે કે –ચંદ્ર જેવા મુખવાળી એવી હે સેમે! ત્રણ જગમાં તુંજ ધન્ય છે, કે જે તારા સમ્યકત્તવત્રતની પ્રથમ દેવલોકના ઈ દેવસભામાં હર્ષપૂર્વક સ્તુતિ કરી. પરંતુ તે સ્તુતિ સહન ન થવાથી રત્નશેખર નામના દેવ એવા મેં અહીં આવી બે સાધુનું રૂપ કરીને તારી પરીક્ષા કરી. કંઈ પણ ભેદ રાખ્યા વિના અને સાધુપર સમાન ભક્તિને ધારણ કરતી એવી તે અત્યારે સુરેંદ્રના કથનને સારી રીતે સત્ય કરી બતાવ્યું. પ્રભાવી દેવ અને ગુરૂને તે સહુ કેઈ આદરપૂર ર્વક ભક્તિ કરે છે, પણ સામાન્ય ગુણ જનની તે કે ભક્તિ કરનારા ભાગ્યે જ મળી શકશે. પરંતુ હે ભદ્ર! તારી તે મુનિઓપર સમાનજ ભક્તિ છે, એમ મેં સાક્ષાત્ જોયું. માટે અત્યારે સમ્યગ્દષ્ટિ જીમાં તું તિલક સમાન છે. કહ્યું છે કે –
"संधे तित्थयरंमि य सूरीसु रिसीसु गुणमहग्घेसु ।
जेसि चिय बहुमाणो, तेसि चिय देसणं सुद्ध" ॥१॥
“સંઘપર, તીર્થંકરપર, આચાર્યોપર, મુનિઓ પર અને ગુણ જ પર જેમનું બહુમાન હોય, તેમનું સમ્યકત્વ નિશ્ચય શુદ્ધ હેય છે.” આ પ્રમાણે કહીને તેના ઘરના આંગણામાં સભક્તિપૂર્વક સુવર્ણની વૃષ્ટિ અને તેને નમસ્કાર કરીને દેવતા તરત સ્વર્ગમાં ચાલ્યા ગયે. પછી સમ્યગ્દષ્ટિ જનોથી પગલે પગલે પ્રસંશા પામતી એવી સમા સપ્તક્ષેત્રમાં વ્યય કરી લક્ષ્મીને કૃતાર્થ કરવા લાગી.
એકદા ત્યાં ઉદ્યાનમાં જેમનું દર્શન જંતુઓને જીવન આપનાર છે, એવા જિનચંદ્ર આચાર્ય મુનિઓના પરિવાર સાથે પધાર્યા. તેમને નમસ્કાર કરવા અંત:પુર સહિત રાજા અને ગુણપાલ વિગેરે શ્રદ્ધાળુ શ્રાવકે ત્યાં આવ્યા. તે વખતે મુનીંદ્રનું આગમન સાંભળીને