________________
ભાષાંતર.
૧૨૯
પણ આચરતી નથી. જે પ્રાણુ જગતને એક વહૃભ એવા જૈનધર્મને સમ્ય રીતે જાણે છે, તે સૂક્ષ્મ અને બાદર જીવની હિંસા કદી કરતા નથી. હે પૃથ્વીપાલ! તો પુષ્પમાળા જ કુતૂહલથી તેના કંઠમાં નાખી હતી, પરંતુ એ અચાનક જમીન પર પડી ગઈ, તેનું કારણ કાંઈ હું સમજી શકતી નથી.” તે વખતે કામલતાની માતાએ ઘટ ઉઘાડીને કરૂણા સ્વરથી રડતાં રડતાં તે સર્ષ રાજાને બતાવ્યું. કાલના રૂપ જેવા ભયંકર તે સપને જોઈને રાજાએ પણ રેષથી રક્ત મુખ કરી સમાને કહ્યું કે –“તું અસત્ય વચન શા માટે બેલે છે?” એટલે તેમાં બેલી કે – “હે પ્રજા રક્ષક! આ ઘડામાં તો હું શ્રેષ્ઠ સુગંધવાળી એવી પુષ્પમાળા માત્ર જોઉં છું.” આથી રાજાએ આશ્ચઈથી કહ્યું કે “હે ભદ્ર! જે તું સત્ય બોલતી હોય તે એ તારા હસ્તકમળમાં લઈને મને બતાવ.” પછી જેણે પાપનો સમૂડ દૂર કર્યો. છે એવી માએ તે ભયંકર સર્પને જેટલામાં પિતાના કરકમળમાં લીધો, તેટલામાં તે એક મનહર પુષ્પમાળા રાજાદિના જોવામાં આવી. આથી તેઓએ વિસ્મય પામીને વિચાર્યું કે- આ શું આશ્ચર્ય ?” એવામાં વસુમિત્રા બેલી કે –“હે દેવ! જે મારી સુતા નિર્વિષ થાય, તેજ હું સોમાને સાચી માની શકું.” પછી રાજાની પ્રેરણું થતાં સમાએ પાપરૂ૫ રજને દૂર કરનાર એવા જિનનામના જાપથી તરત તેને સજજ (નિર્વિદ) કરી. પછી રાજા એ અભય વચન આપીને તે પણુગનાને પૂછ્યું કે –“હે ભદ્રે ! આ ઘડા સંબંધી સત્ય વૃત્તાંત કહે.” એટલે વસુમિત્રાએ પ્રસન્ન મુખથી રાજાને કહ્યું કે:-“હે સ્વામિ ! દુષ્ટ અભિપ્રાયવાળી અને સુતાના મેહને વશ થયેલી એવી મેં સોમાને મારી નાખવા આ મડા વિષધર છાની રીતે મારા માણસ પાસે લેવરાવીને પુષ્પભાજનમાં નખાવ્યો, પરંતુ સમાના પ્રભાવથી તે સર્પ પુષ્પમાળા રૂપ થઈ ગયે. કારણ કે પવિત્ર જનોને સર્વત્ર વિષમ તે સમ (સરલ) થઈ જાય છે.” પછી રાજા વિગેરે લેકેએ સોમાને પુણ્ય પ્રભાવ જોઈને તેની સ્તુતિ, વંદના અને પૂજા કરી. તે અવસરે સમાના ગુણથી પ્રસન્ન થયેલ ૧૭