________________
૧૨૮
સમ્યક્ટવ કૌમુદી–સતી માનું વૃત્તાંત.
હવે મહોત્સવપૂર્વક વિધિથી તે પ્રતિમાઓની પ્રતિષ્ઠા અને વજારેપણ વિગેરેની સન્ક્રિયા કરીને સત્કૃત્યમાં પરાકાષ્ઠાએ પહોંચેલ અને સમસ્ત પ્રાણુઓ પર વત્સલભાવ રાખનારી એવી માએ નિકપટરીતે બહુ માનપૂર્વક સંઘવાત્સલ્ય કર્યું. અને પછી બીજે દિવસે દયાની લાગણીથી મહા ઉદાર એવી તેણે પણાગના સહિત રૂદ્રદત્ત વિગેરેને પોતાને ઘેર ભેજન કરાવવાને બોલાવ્યા. કહ્યું છે કે – “ નિષેધ્વર સપુ, સલાં ઊંતિ સાધવા
न हि संहरते ज्योत्स्नां, चंद्रश्वांडालवेश्मनि " ।। १ ।।
નિર્ગુણ પ્રાણુંઓ પર પણ સાધુઓ તે દયા જ કરે છે. કારણ કે ચાંડાલના ઘરપરથી ચંદ્ર પોતાની પ્રજાને સંહરી લેતે નથી.” તે વખતે જેના લાવણ્યને હજી કેઈએ ઉપભેગ કર્યો નથી એવી તે સમાને જોઈને રૂદ્રદત્તે ચલિત મનથી કંઈક પશ્ચાત્તાપ કર્યો. અને કુટ્ટીનીએ તે કૂટ પ્રગથી માને છેતરીને પુષ્પના ભાજનમાં છાની રીતે એક સર્પ રાખી દીધો. પરંતુ તેના પુણ્યપ્રભાવથી સર્પ પણ પુષ્પની માળા તુલ્ય થઈ ગયે, કારણ કે પુણ્યવંત પ્રાણુઓને વિપત્તિઓ પણ સંપત્તિરૂપ થઈ જાય છે.
હવે ભજન કરી રહ્યા પછી પુષ્પાદિકથી તેમને સત્કાર કરવાની ઇચ્છાથી દેવયોગે સમાએ તેજ પુષ્પમાળાને હાથમાં લીધી અને મશ્કરીમાં તે સતીએ લીલાપૂર્વક તે કામલતાનાં કંઠમાં પહેરાવી એટલે ત્યાં તે ભયંકર સર્પરૂપ થઈને કામલતાને ડસી તેથી તે દુષ્ટ મૂછ ખાઈને જમીન પર પડી. તેની તેવી અવસ્થા જેઈને કુટ્ટિનીએ કપટથી ઉદરતાડન કરી અને નાગને એક ઘડામાં લઈને રાજાની આગળ પોકાર કર્યો એટલે તે સ્વરૂપ સમજીને કુપિત થઈને રાજાએ સમાને બેલાવીને પિતાની પર્ષદા સમક્ષ તેને કહ્યું કે –“હે ભદ્ર! વિષયેમાં વિ રક્ત અને ધર્મકાર્યોમાં આસક્ત એવી તેં આવું કર્મ શા માટે કર્યું?” આ સાંભળીને સેમા બેલી કે – “હે રાજન ! સર્વજ્ઞ ભગવંતના ધર્મને જાણતી એવી હું પર પ્રાણુને પીડા થાય તેવું કામ પ્રાણુતે