________________
''
ભાષાંતર,
વંચના, પ્રત્યક્ષ મીઠું બોલવું, અને પક્ષ વિરૂદ્ધ બોલવું, આ બધી કળિયુગરૂપ મહારાજ્યની ચળકતી વિભૂતિ છે.”એની મેં કૂટ સુવ
ની જેમ બહુધા તપાસ કરી પણ ધર્મ છળથી તેને ધૂતકારક હું જાણું ન શકે. માટે “હે ભદ્દે! સર્વ પ્રકારના સુખને આપનાર અને પ્રાણુઓને અભય આપવાથી પ્રસન્ન કરનારા એવા જિન ભગવંતે પ્રરૂપેલ ધર્મની આરાધના કરવી હવે તને ઉચિત છે.” સમાએ શાંત મનથી કહ્યું કે –“સંતાપને દૂર કરવામાં અમૃત સમાન એવા હે તાત! આપના પ્રસાદથી મારા હૃદયમાં લેશ પણ દુઃખ નથી. કામભેગમાં આસક્ત થયેલ અધમ પ્રાણુ જ દુઃખ પડતાં કલ્પાંત કરે છે, પરંતુ વિવેકી જન તે દુઃખ આવતાં વિશેષથી ધર્મારાધન કરે છે, વિયેગ થતાં મૂઢ જનજ નિરંતર શેક કર્યા કરે છે, પરંતુ તત્ત્વજ્ઞ તો એ ઉપાય લે છે કે જેથી ફરી વિગ જ ન થાય. માટે હે તાત! ધર્મરૂપ કલ્પવૃક્ષને નીક સમાન અને કલ્યાણને આપનારી એવી શ્રી જિનભગવંતન તથા સાધુ મહાત્માઓની મારે નિરંતર ભક્તિ જ કરવી છે.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને શેઠ સંતુષ્ટ થઈને બેલ્યા કે –“હે ભદ્ર! તારે નિઃશંક રીતે ધર્મકાર્ય કરવું, તથા અજ્ઞાનથી મેં જે આ તારાપર દુઃખને પ્રસંગ લાવી મૂક્યો છે, તેની તારે સમ્યમ્ રીતે ક્ષમા કરવી, કે જેથી મારું મિથ્યા દુષ્કૃત થાય. અજ્ઞાન યાત વિસ્મૃતિથી પ્રાણું તેવા પ્રકારનું પાપ કરે, પણ મન, વચન અને કાયાની શુદ્ધિથી મિથ્યાદુકૃત આચરતાં તે અવશ્ય શુદ્ધ થઈ શકે છે. વળી પુણ્યવૃદ્ધિને માટે તથા ચિત્તને સ્થિર કરવા આ જેન સિદ્ધાંતનું પુસ્તક નિરંતર તારે અર્થ સહિત વાંચવું.” આ પ્રમાણે તેને સમગ્ર પુણ્યકર્મમાં બહુમાન પૂર્વક જોડીને શ્રેષ્ઠી સ્વસ્થ થયે. .
એવા અવસરે વિશ્વરૂપ કમળને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન એવા સુધર્મ મુનીશ્વર ત્યાં પધાર્યા, એટલે સમ્યગ્દષ્ટિ માણસ સાથે સેમા તેમને વંદન કરવા ગઈ, અને ત્યાં ગુરૂ મહારાજની આ પ્રમાણે તેણે ધર્મદેશના સાંભળી:–“વિધિ પૂર્વક વિશસ્થાનકનું તપ કર