________________
ભાષાંતર.
૧૨૩
જે પ્રાણું એકાંગુલ પ્રમાણનું જિનબિંબ કરાવે છે, તે પૃથ્વીનું એકાત પત્ર સામ્રાજ્ય જોગવીને મેક્ષે જાય છે.” વળી નવી બનાવેલી જિનભગવંતની પ્રતિમાઓની વિધિથી સૂરિમંત્રપૂર્વક બ્રહ્મચારી ગુરૂની પાસે પ્રતિષ્ઠા કરાવવી. કહ્યું છે કે –
પ્રતિષ્ઠામતાં થશે રિ, સાત રિમંત્રતઃ | સોડફૅતિષ્ઠા મતે, ધુવામિન-મનિ” II
જે પ્રાણુ સૂરિમંત્રથી અર્હસ્પતિમાની પ્રતિષ્ઠા કરાવે, તે ખરેખર ! આવતા જન્મમાં તીર્થકરપદ પામે છે.” તેમજ માણસે જેટલા હજારવર્ષ સુધી જિન પ્રતિમાની પૂજા કરે છે, તેટલા કાળસુધી તે બિંબન કરાવનાર તેના ફળના અંશને પામી શકે છે. વળી ગૃહસ્થ શ્રાવકે જિન ભગવંતની પ્રતિમાઓના રત્ન, સુવર્ણ અને માણિક્યના અલંકારે કરાવવા. કારણ કે એક બિંબની અલંકારથી રચેલ શોભા માણસને ત્રણ લેકની લક્ષ્મીના અલંકારરૂપ બનાવે છે. સમ્યકત્વની શુદ્ધિ ઈચ્છતા ગ્રહસ્થ શ્રાવકે અહેપ્રતિમાઓની સદ્ભક્તિ પૂર્વક વિવિધ ભેદથી પૂજા કરવી. તથા જિનચૈત્યમાં વિધિ પૂર્વક સ્નાત્ર મહોત્સવ કરે. કારણ કે જિનભગવંતના અભિષેકથી પ્રાણ રાજ્યનું આધિપત્ય પામે છે. કહ્યું છે કે –
" एकोपि नीरकलशो जगदीश्वरस्य, स्नात्रोपयोगमुपयाति जनस्य यस्य । प्राप्नोति पापमलराशिमनंतजन्मो -
द्भूतं विधूय परमोच्चपदं क्षणेन " ॥ १ ॥
જે માણસને એક જળકળશ પણ જિન ભગવંતના સ્નાત્રે પગમાં આવે છે, તે અનંત ભવના પાપરૂપ મળને દૂર કરી સત્વર પરમપદને પ્રાપ્ત કરે છે.” વળી ભાવભક્તિને માટે તીર્થકરની પાસે વિશેષથી ગીત, નૃત્ય, નમસ્કાર અને તેત્રપાઠ વિગેરે સકિયા કરવી. કારણ કે તત્વજ્ઞ પુરૂષોએ દ્રવ્યભક્તિ કરતાં ભાવભક્તિને