________________
ભાષાંતર.
૧૧૭
કયાં ઉતર્યા છે? બ્રહ્મચારી એવા તમારૂં હું વાત્સલ્ય કરવા ઈચ્છે છું. કારણ કે ત્યાગી એ અણુવ્રતી (શ્રાવક) પુણ્યાગે જ પ્રાપ્ત થાય છે. માટે મારાપર અનુગ્રહ કરી મારે ઘેર આવી ત્યાં ગૃહચૈત્યને નમસ્કાર કરીને આજ ત્યાંજ પારણું કરે.” તે બે કે –“અહીંજ છઠ્ઠનું તપ કરીને રહ્યો છું. અને પારણામાં માત્ર પાંચ કેળીયાની વૃત્તિથી શરીર ધારણ કરું છું. આપના જેવાનું ઘર રાજમંદિરની જેમ બહુજ રમણીય હોય છે અને તે દેવાંગનાઓ સદશ સુંદરીઓથી વ્યાપ્ત હોય છે. માટે કઈ રીતે મારાથી ત્યાં આવી શકાય તેમ નથી. કારણકે બ્રહ્મચારીઓએ પ્રાય: સ્ત્રીઓથી દૂર રહેવું જ વધારે સારું છે. છતાં પણ કઈ વાર અવસર મેળવી તપને દિવસે ગુહત્યને નમસ્કાર કરવા ત્યાં તમારી સાથે આવીશ.” આથી ગુણપાલ તેને નિઃસ્પૃહજનેમાં અગ્રેસર સમજીને બહુ આગ્રહથી તેને પોતાને ઘેર તેડી ગયે. ત્યાં રત્ન, માણિક્ય અને સુવર્ણથી નિર્મિત એવી ભગવંતની પ્રતિમાઓને તેણે બહુજ આનંદથી વિધિપૂર્વક નમસ્કાર કર્યો. પછી શ્રેષ્ઠીએ બહુમાનથી તેને પોતાની સાથે ભજન કરાવ્યું. કારણકે જેમ ધર્મમાં દયા, તેમ ભેજનમાં આદર એ સાર છે. ભેજન કર્યા પછી શ્રેષ્ઠીએ તેને પુષ્પાદિકથી સત્કાર કરીને અને તેને પોતાની ધર્મશાળામાં બેસારીને આ પ્રમાણે કહ્યું:-“હે મહાશય ! ધર્મના સમુદ્ર એવા તમે મારે ઘેર અતિથિ થયા, તેથી આજે બધું મારે સફળ થયું. સમ્યગષ્ટિ, ગૃહત્યાગી અને બારવ્રતધારી શ્રાવક, જેને પુણ્યદય હેય, તેને ઘેરજ અતિથિ થાય છે. માટે હવે તમારે આ ધર્મશાળામાં રહી ધર્મધ્યાન કરતાં થોડા દિવસ અહિં જ રહેવું. જ્યાં જિતેંદ્રિય એ બ્રહ્મ ચારી એક રાત્રિ રહે, તે સ્થાનને પણ તીર્થકરેએ સ્થાવર તીર્થ કહેલ છે.” આવા પ્રકારના શ્રેષ્ઠીના આગ્રહથી ત્યાં રહી ધર્મધ્યાન કરતાં સ્પૃહારહિત એવા તેણે શેઠના ઘરના બધા માણસને આશ્ચર્યચકિત કરી દીધા.
એકદા છીએ તેને એકાંતમાં પૂછયું કે –“હે ભદ્ર! આ