________________
ભાષાંતર.
૧૧૫
તે શ્રેષ્ઠીને વંદન કરીને માયાવી એ તે કલ્પનારૂપ શિપિએ રચેલ (કલિપત) એવું પિતાનું વૃત્તાંત કહેવા લાગ્ય:-“વારાણસીનામની મહાપુરીમાં ષટ્ કર્મ કરનાર અને ગૃહસ્થાચારમાં તત્પર એ સોમશર્મા નામે બ્રાહ્મણ આનંદદાયક એવી ગંગા નામની પિતાની સ્ત્રી સાથે રહેતે હતે. તેમને રૂદ્રદત્ત નામને હું પુત્ર છું. જ્યારે હું વૈવનાવસ્થા પાયે, ત્યારે મદમસ્ત થઈ વિષમાં અતિ વિહુવલ બની ગયે. તેથી વેત્રવતી નામની વેશ્યાને ઘેર નિરંતર રહેતાં દુરાશયવાળા એવા મેં ઘરના બધા મૂળ ધનને વ્યય કરી દીધો. પછી હું નિધન થઈ ગયું એટલે પાપી વેશ્યાએ મને કહાડી મૂકે, અને માતપિતાના વિયેગથી દુ:ખી થતાં હું આવી અવસ્થા પામ્યું. એટલે ભિક્ષા માગતે અને એકાકીજ પૃથ્વી પર ભ્રમણ કરતે એ હું એકદા શુભના ઉદયથી કલ્પવૃક્ષની જેમ જિનચંદ્ર નામના સદ્દગુરૂને સમાગમ પામ્યું. તેમને બહુ માનપૂર્વક નમસ્કાર કરીને હું પાસે બેઠે એટલે તેમણે હર્ષરૂપ અમૃતને વર્ષાવનારી એવી ધર્મદે. શના શરૂ કરી.
ધર્મ એ માતા, ધર્મ એ પિતા, ધર્મ એ મિત્ર, ધર્મ એ સંતોની ગતિ, ધર્મ એ દુઃખરૂપ અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન અને ધર્મ એ કલ્યાણને ખજાને છે. જ્યારે કલ્યાણ પ્રાપ્ત થવાનું હોય અને જ્યારે પરમ પદ તરત પ્રાપ્ત થવાનું હોય, ત્યારે જ પ્રાણી ભાવથી જિનપ્રણીત ધર્મને પામી શકે છે. સુમન (દેવશુદ્ધ મન) થી પ્રેરણા કરાયેલ એવા મંદરાચલની જેમ ધર્મથી પ્રાણી ચંદ્રની જેમ ભવાબ્ધિથી ઉદ્ધાર પામી શિવ (મોક્ષ-મહાદેવ) ને પ્રાપ્ત કરે છે. તે સર્વથી યા દેશથી પણ પ્રાપ્ત થઈ શકે છે. તેમાં . સાધુએ તેને સર્વથી સ્વીકાર કરે છે અને ગૃહસ્થ દેશ (એક ભાગ) થી આદરે છે. જેઓ મન, વચન અને કાયાથી કરવું-કરાવવું અને અમેદવું એમ ત્રિવિધ ત્રિવિધ સંકલ્પ અને આરંભ એ બે ભેદથી સ્થાવર અને ત્રસ જીવેની હિંસા કરતા નથી, જેઓ કોધ, લોભ, , ભય અને હાસ્ય એ ચાર ભેદે મૃષાવાદને ત્યાગ કરે છે, સ્વામી