________________
ભાષાંતર.
૧૧૧
પણ જેટલું પુણ્ય બ્રહ્મચર્યને ધારણ કરવાથી થાય, તેટલું પુણ્ય તેને ન થાય.” વળી અન્યત્ર કહ્યું છે કે –
"ब्राह्मणो ब्रह्मचर्येण, यथा शिल्पेन शिल्पिकः। अन्था नाममात्रं स्यादिंद्रगोपक कीटवत् ॥१॥ एक राज्युषितस्यापि, या गतिब्रह्मचारिणः । ન મા તુણદવેગ, ગાતું રાજેય યુઝર!” | ૨ ||
“જેમ કારીગર કળાથી શોભે તેમ બ્રાહ્મણ બ્રહ્મચર્યથી જ શોભે છે. અન્યથા ઈંદ્રગેપક કીડાની જેમ તે માત્ર નામધારી છે. હે યુધિષ્ઠિર! એક રાત્રિ બ્રહ્મચર્ય પાળનાર બ્રહ્મચારીને જે ગતિ મળે છે, તે હજાર યજ્ઞ કરતાં પણ પ્રાપ્ત થઈ શકતી નથી.” તે વિવિધ પ્રકારનાં મેટાં તપ આચરવા લાગ્યા તથા અન્ય ધર્મક્રિયામાં આનંદ ધારણ કરતે તે સારી ભાવના ભાવવા લાગ્યો. તે ત્રણે કાળ જિનબિબની અર્ચના કરતે અને પ્રતિદિન બે વાર પ્રતિક્રમણ કરતે હતે. કારણ કે આવશ્યક ક્રિયા કરનારને જે નિર્જરા થાય, તેનું પ્રમાણ તીર્થકરેજ કહેવાને સમર્થ છે. આ પ્રમાણે ધર્મમાં તત્પર એવા તે વિપ્રની નગરીમાં સત્કીત્તિ થવા લાગી. માણસ નિર્વશ હોય, છતાં ધર્મના પ્રભાવથી દેવતાઓ પણ તેના ગુણ ગાય છે.
એકદા વિવેકી જનોમાં શ્રેષ્ઠ એવા ગુણપાલશ્રેણીએ સદાચારી જનામાં શિરેમણિ એવા તે વિપ્રને કહ્યું કે –“હે ભદ્ર! શ્રાવકત્વ, દયાલુત્વ અને ઉત્તમ બ્રહ્મચારિત્વ-જેવું તારામાં દેખાય છે, તેવું અન્યત્ર નથી. તેથી તે સાધમિક મહાભાગ! અને હે સંવેગરસના સાગર! તું સર્વ ગૃહસ્થને વંદન કરવા લાયક છે. માટે હવે પછી તારે નિરારંભ પણે રહેવું ગ્ય છે. કારણ કે સાવધને ત્યાગી શ્રાવક સંતને સાધુની જેમ પૂજ્ય છે. તે મારે ઘેર રહીને નિરંતર ધર્મ કરતાં ઉપાધિમુકત એવા તમે જે અહીં જ પ્રાસુક અન્નથી ભજન કરે તે મને અતિશય આનંદ થાય. કારણ કે તમારા જેવું સુપાત્ર પ્રઢ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે –“સત્પાત્ર, મેટી શ્રદ્ધા,