________________
ભાષાંતર.
૧૦૯
જમણે હાથ કદી વિરતેજ ન હતે. વળી તેજ નગરમાં સર્વ જીવોપર દયાલુ અને શુભ-પુણ્ય પ્રાપ્ત કરવામાં સ્પૃહાવાળો તથા ગુણેથી ઉજવલ એ શ્રીમાન્ ગુણપાલ નામે શ્રાવક હતો. જે શ્રેષ્ઠી શ્રી જિનભગવંતની પૂજાથી, તીર્થયાત્રાથી તથા સુપાત્રદાનથી પિતાના વ્યાપાર્જિત ધનને સફળ કરતે હતે. તેને સગુણેથી શોભાયમાન અને શુદ્ધ સમ્યકત્વના આરોપથી વિશુદ્ધ મનવાળી એવી ગુણુવલી નામે સ્ત્રી હતી. કલ્પવલ્લીની સદશ એવી ગુણાવલી સાથે રહેતાં તે શેઠ જેનશાસનરૂપ ઉદ્યાનમાં કલ્પવૃક્ષની ઉપમાને પામ્યો હતો. ત્યાં ચંદ્રમા સમાન ઉજવળ કળાઓના સ્થાનરૂપ, નિર્દોષ વૃત્તિવાળે, સદાચારી, દરિદ્ર અને દીનતાનું સ્થાન એ સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને સુકુમાળ અંગવાળી એવી સોમિલા નામની ભાર્યા હતી. તેમને પવિત્ર શોભાવાળી અને ચંદ્ર જેવા મુખવાળી એવી સમા નામે સુતા હતી. એકદા દુર જ્વરના રેગથી સોમિલા મરણ પામી, તેથી સોમદત્ત પગલે પગલે ચિંતાતુર થવા લાગે. ભૂમિના જેમ છત્ર (રાજ્ય) ને ભંગ, વૃક્ષના મૂળને છેદ અને અવસરે ગૃહસ્થના ઘરને ભંગ–એ ખરેખર ! દુઃસહ થઈ પડે છે. એકદા તે જગતના બંધુ સમાન એવા સાધુઓ પાસે ગયે, કારણ કે સંસારના દુ:ખથી તપ્ત થયેલા પ્રાણીઓને મુનિઓ એ એક સુધાના સરેવર સમાન છે. તેમને બહુમાનથી નમસ્કાર કરીને ભદ્રક આશયવાળો અને શેકાવેશથી અધિક વિવશ થયેલે એવે તે વિપ્ર તેમની આગળ બેઠે. એટલે સાધુઓએ તેને પૂછયું કે;-“હે ભદ્ર! કેમ દુઃખી જેવો દેખાય છે?” પછી તેણે પોતાના દુઃખનું કારણ કહી બતાવ્યું. એટલે ત્યાં સાધુ મહારાજે દયામય આ પ્રમાણે દેશના આપી:
સર્વ પ્રાણીઓને આ સંસાર માર્ગ વિષમજ છે. અને તે ઇંદ્ર તથા ઉપેદ્ર સર્વ કેઈને સમાનજ દુનિવાર્ય (જેનો કઈ રીતે પ્રતિકાર ન થઈ શકે એ) છે. માટે દુ:ખ ન લાવતાં આત્મહિત સાધવું એગ્ય છે. અને તે હિત પ્રાણીઓને નિશ્ચય જિનકથિત ધર્મજ