________________
સમ્યકત્વ કૌમુદી-વૃષભ શેઠનું વૃત્તાંત.
નથી. તે વહૃભાની સાથે દેવપૂજાદિના મિષથી જિનચૈત્યમાં જઈને સ્વેચ્છાએ તે કીડા કરતો બેસી રહે છે. વળી આવશ્યકાદિકના બાનાથી એકાંત કોઈ નિર્જન ઘરમાં પરસ્પર નયનમેલાપના સુખાસ્વાદને તે બને અનુભવતા રહે છે. ઘરનાં બધાં કાર્યો દાસીની જેમ મારે કરવાં પડે છે અને ક્ષીણ શરીરવાળી અને એકાકિની એવી મને માત્ર રાત્રિએજ નિદ્રા કરવાને અવકાશ મળે છે. મારા મનમાં સપત્નીનું જે દુઃખ છે, તેનું વાણીથી વર્ણન તે માત્ર કેવળીજ કરી શકે.” આ પ્રમાણે પુત્રીનું કથન સાંભળીને બંધુશ્રીએ વિચાર કર્યો કે –“અહો! કપટી મનવાળા એવા તે બંનેની કેવી દુષ્ટતા ? જે જેમાં અનુરકત હૈય, તે ત્યાંજ લીન થાય છે. જેનું હૃદય કામથી અંધ બની ગયું હોય, તે ઉચિત કે અનુચિત સમજી શકતા નથી. કહ્યું છે કે —
જિમ કુવત્રિક વંતિ નો નાવનાર્થत्रिदशपतिरहिल्यां तापसी यत्सिषेवे । हृदयतृणकुटीरे दीप्यमाने स्मरामा--
પુષિતાનુચિતં વારિ જ પંડિતો”િ ? શું સ્વર્ગમાં કુવલય જેવા નેત્રવાળી દેવાંગનાઓ હતી? કે ઈન્દ્ર અહિલ્યા તાપસી પર મોહિત થયે. તેથી ખરેખર ! હૃદયરૂપ પર્ણકુટીમાં કામરૂપ અગ્નિ દેદીપ્યમાન થતાં પંડિત પણ કેણ ઉચિત કે અનુચિતને સમજી શકે છે?” રતિના જેવી રૂપવતી આ મારી સુતાને ત્યાગ કરીને તે જડ વળીઓથી વ્યાપ્ત અંગવાળી એવી તેને કેમ ચાહતે હશે?” આ પ્રમાણે વિચાર કરી પછી તે પોતાની પુત્રીને કહેવા લાગી કે- “હે વત્સ! હવે તું દુ:ખને તજી દે કારણ કે વ્યાધિ જાણવામાં આવતાં તેને પ્રતીકાર કરે સુલભ છે. નીકના છોડવાની જેમ તારશે મનના શલ્યનું હું પોતે ઉમૂલન કરી ગમે તે ઉપાયથી તને સુખી કરીશ.” આ પ્રમાણે બંધુશ્રીએ તેને આશ્વાસન આપીને પોતાને ઘેર રાખી અને પોતે જિનદત્તાનું વૈર વાળવાને ઉપાય શોધવા લાગી.