________________
૧૦૦
સમ્યકત્વ કૌમુદી-વૃષભ શેઠનું વૃત્તાંત.
સંપત્તિઓ સત્વર આવીને વાસ કરે છે અને હૃદય હર્ષથી ઊલૂસિત થાય છે. આથી પુન: તે ગીએ તેને કહ્યું કે –“હે મહાદેવી! સાત સમુદ્રનું શોષણ કરવાની અને સર્વ પર્વતેને ચૂર્ણ કરી નાખવાની તારામાં શક્તિ છે, એમ ગુરૂએ પૂર્વે મને કહ્યું હતું. માટે હે વત્સલે! હું સેવક પર પ્રસન્ન થઈ અત્યારે ત્યાં જઈ, આ મારૂં કાર્ય સત્વર કરી આપ.” આ પ્રમાણે તેના કહેવાથી તે દેવી ત્યાં જઈને પુન: પાછી આવી, અને વિકટ આશયવાળી એવી તે પેલા પાખંડીને કહેવા લાગી:–“સતીઓમાં તિલકસમાન એવી તેને હું જેવાને પણ સમર્થ નથી. બીજું કાંઈ કામ હોય તો કહે, નહિ તે તારૂં મરણ પાસે આવ્યું છે એમ સમજજે. કારણ કે અવિધિથી આરાધન કરેલા ધર્મ, મંત્ર અને ચેટકદેવતા તથા કુરીતે ગ્રહણ કરેલ શસ્ત્ર–એ તત્કાળ સાધકને નાશ કરે છે.” “તે એ બંનેમાં જે દુષ્ટ છે તેને મારી નાખ.” એ રીતે ગીએ કહ્યું એટલે દેવીએ ત્યાં જઈને હેમશ્રીને મારી નાખી. હવે પ્રભાતે તેને મરણ પામેલી જોઈને બહુ દુ:ખથી પીડિત થતી બંધુશ્રીએ રાજાની પાસે જઈને વિજ્ઞપ્તિ કરી કે –“ ન્યાયરૂપ વનને વિકસિત કરવામાં મેઘસદશ એવા હે રાજન ! જિનદત્તા સપત્નીએ ઈર્ષોથી મારી કનકી પુત્રીને મારી નાખી.” આ સાંભળીને રેષથી રક્ત થઈ રાજાએ જિનદત્તા મહાસતીને સભામાં બોલાવવા માટે પિતાના સેવકેને મેકલ્યા. જિનધર્મની પ્રભાવના કરવાને ઈચ્છતા એવા કેટલાક સમ્યગ્દષ્ટિ દેએ તેમને અર્ધમાગેજ સ્તંભી દીધા. જેમની જિનભગવંત અને ગુરૂ પર પરમ ભક્તિ છે અને જેના હદયમાં અદભુત સમ્યકત્વ શ્રદ્ધાન છે, તેને આપત્તિમાં પણ સંપત્તિઓ આવીને મળે છે, એ નિ:સંશય છે. કહ્યું છે કે – "सिंहः फेरूनिभस्तथाऽग्निरूदकं भीष्मः फणी भूलता, पाथोधिः स्थलमंगणं वनमही चौरश्च दासोऽञ्जसा; तस्य स्याद् ग्रहशाकिनीगदरिपुमायाः पराश्चापदस्तन्नाम्नाऽपि च यांति यस्य हृदये सम्यक्त्वदीपोदयः ॥१॥