________________
ભાષાંતર.
૧૦૧
જેના હૃદયમાં સમ્યકત્વરૂપ દીપક દેદીપ્યમાન છે, તેને તે સમ્યકત્વનાનામમાત્રથી પણ સિંહ તે શગાલતુલ્ય, અગ્નિ તે ઉદકતુલ્ય, ભયંકર સર્પ તે પૃથ્વીની લતાસમાન, સમુદ્ર તે સ્થલ સમાન, ઘર અટવી તે ઘરના આંગણું સમાન, અને ચેર તે તરત દાસ જેવો બની જાય છે, તથા ગ્રહ, શાકિની, રેગ, રિપુ અને અપર આપત્તિઓ શીધ્ર તેનાથી દૂર થઈ જાય છે.”
હવે તે વખતે જિનાલયમાં પૂજાને માટે ગયેલા એવા તે દંપતીએ આ વૃત્તાંત સાંભળીને પોતાના મનમાં વિચાર કર્યો કે –“કનકશ્રીનું લેકમાં આવું સ્વરૂપ કેમ સંભળાય છે? અથવા પૂર્વ કર્મ અન્યથા થઈ શકતું નથી. આ ઘર સંસારમાં ભમતાં પ્રાણીને સર્વ જી સાથે સદા અનેકવાર સંબંધ થયા છે. પોતાના કર્મથી જી ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. માટે વિવેકીજને પ્રયત્નપૂર્વક ધર્મનું આરાધન કરવું જ એગ્ય છે.”એવામાં જિનદત્તાએ શ્રેષ્ઠીને કહ્યું કે –“હે સ્વામિન્ ! આ અપવાદ કેઈ પૂર્વ કર્મથી મને પ્રાપ્ત થયે. માટે જ્યાં સુધી આ આપણા પર અપવાદ દૂર ન થાય, ત્યાંસુધી મારે જિનભગવંત આગળ કાયોત્સર્ગ કરે.” આ પ્રમાણે ભર્તારને કહીને તે મહાસતી જિનમંદિરમાં સ્વસ્થ થઈને શુભધ્યાનથી કાયોત્સર્ગે રહી. અને સ્વતંત્ર તથા એકાગ્ર મનવાળો એ શ્રેષ્ઠી પણ પાપને પ્રલય કરનાર એવા પરમેષ્ઠીમહામંત્રનો જાપ કરવા લાગ્યા. તે વખતે તેમના ધ્યાનના માહાસ્યથી સમ્યગ્દષ્ટિ દેવતાઓએ તે યોગીને ઉપાડીને રાજા પાસે મૂકી દીધો, એટલે તે બેલે કે –“હે રાજન્ ! બંધુશ્રીની પ્રેરણાથી આ બધું મેં કર્યું છે. કારણ કે આ લેભાં જન શું શું પાપ કરતે નથી? વૃત્તિને અથી એ ક્ષત્રિય, માર્ગ ભ્રષ્ટ લિંગી (વેષધારી), સુખાથી સ્ત્રી અને લેભાાંધ વણિકએ પાપ કરતાં કાંઈ વિચાર કરતા નથી. માટે તે મહાસતી જિનદત્તા નિરપરાધી છે. કારણ કે જિનધર્મને જાણનારા જન કેઈની પણ હિંસા કરતા જ નથી. તે હે વસુધાનાથ! અત્યંત મેહથી મૂઢ થયેલા એ મારે આ અપરાધ ક્ષમા કરે. હવે પુનઃ આવું પાપ