________________
ભાષાંતર.
.
એકદા વિચિત્ર આશ્ચર્યોનું મંદિર અને સર્વને આકર્ષણ કરવાની શક્તિ ધરાવનાર એવો સિદ્ધેશ્વર નામને કેઈયેગી ત્યાં આવ્યું. દેવતાઓને પણ આનંદ ઉપજાવે તેવા અમૃતના જેવા સ્વાદિષ્ટ એવા વિવિધ અન્ન, પાનાદિકથી બંધુશ્રી તેને સારી રીતે સત્કાર કરવા લાગી. એકદા તેની ભક્તિથી સંતુષ્ટ થઈને તે કપાલીએ તેને કહ્યું કે – “હે ભદ્રે ! તારા હૃદયને અભીષ્ટ એવું મારી પાસેથી કંઈક માગી લે.” એટલે તે હર્ષ પામતી બેલી કે –“હે વિભ! જે તમે પ્રસન્ન થયા છે, તે મારી પુત્રીની સપત્ની જિનદત્તાને સત્વર મારી નાખે” પછી મિષ્ટાન્ન પાનના લોભમાં અંધ બનેલા એવા તેણે તે દુકૃત્ય કરી આપવાનું કબૂલ રાખ્યું. કારણ કે મિથ્યાષ્ટિઓને ધમધર્મના માર્ગની વિચારણા કયાંથી હોય? દર્શન મત) અંગીકાર કરીને પણ જિનવચનથી અજ્ઞાત અને હિત મનવાળા એવા આ વેષધારીઓ કુકર્મ કરવામાંજ રમતા હોય છે. પછી તે કુબુદ્ધિએ વિધિપૂર્વક પિંગલા નામની વિદ્યાધિષ્ઠાયક દેવીનું સ્મરણ કરીને તે કાર્યની સિદ્ધિને માટે તેને મેકલી. તેની પ્રેરણાથી તે પણ જિનદત્તાની પાસે આવી પણ અહપૂજાના પ્રભાવથી જેનું મન પ્રશાંત થઈ ગયું છે એવી તે દેવી પાછી આવીને ધ્યાનમાં નિશ્ચલ એવા તે
ગદ્રને કહેવા લાગી. કારણ કે સૂર્યમંડળને અંધકાર બાધા ન કરી શકે:-હે ભદ્ર! પવિત્ર આચારવાળી, સુશીલ, જિનભક્તિ કરનારી, સત્ય બોલનારી અને પોતાના પતિપર ભક્તિવાળી એવી તે સંતોને પણ વંદનીય છે. માટે તેને બાધા કરવાને જગતમાં કેઈ દેવ કે દાનવ પણ સમર્થ ન થઈ શકે તે મારી જેવીથી શું થઈ શકે? તે અત્યારે જિનચૈત્યમાં આપત્તિને વિનાશ કરવાવાળી એવી જિનભગવંતની ભક્તિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરે છે. કહ્યું છે કે – " यांति दुष्ट दुरितानि दूतः कुर्वते सपदि संपदः पदम् उल्लसंति हृदयानि हर्षतः पूजया विहितया जगद्गुरोः"॥१॥ “જગશુરૂની પૂજા કરતાં દુષ્ટ પાપ બધાં દૂર થઈ જાય છે,