________________
ભાષાંતર.
૧૦૫
કાકાશના પ્રદેશમાં ભિન્ન ભિન્ન રહેલા છે, તે મુખ્ય કાલ કહેવાય છે. (અર્થાત્ જીવાજીવાદિ પદાર્થોને વર્તનારૂપ મૂખ્યપયોય તેનું નામ નિશ્ચયથી કાલ કહેવાય છે. જેમાં નવા રે ગા ગળવા વેવ ગદ્ધા તિ વિવાદ પ્રજ્ઞા વન કામાખ્યાત) તિકશાસ્ત્રમાં જેનું પ્રમાણ સમય અને આવલિ વિગેરેથી કહેવામાં આવેલ છે, તેને સર્વજ્ઞોએ વ્યવહારિક કાલ કહેલ છે. પ્રાણીઓને પ્રીતિ ઉપજાવે એવા સત્કર્મના પુદગલો તે પુણ્ય અને નાના પ્રકારના દુઃખદયને આપનાર તથા પુણ્યથી વિપરીત પુદગલે તે પાપ કહેવાય છે. મન, વચન અને કાયાની ચેષ્ટાથી જે કર્મ થાય, તે આશ્રવ છે અને તે શુભ હેતુ તે શુભાશ્રવ તથા અશુભ હેતુ તે અશુભાશ્રવ ગણાય છે. સર્વ આશ્રવના નિરોધને જે હેતુ તે સંવર કહેવાય છે. અને ભવના હેતુરૂપ કર્મોનું જે ઝરણું (વિખરાવું) તે નિર્જરા સમજવી. કષાયાદિકને વશ થઈને પ્રાણ જે કમપેગ્ય પગલેને ચાર પ્રકારે ગ્રહણ કરે તે બંધ કહેવાય, તથા બંધના હેતુઓને નિરોધ થતાં અને ઘાતિકર્મને ક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય અને શેષ ચાર કર્મોને ક્ષય તે મેક્ષ કહેવાય છે. ત્રણે ભુવનમાં દેવાદિકને જે સુખ છે, તે સિદ્ધિસુખના અનંતમા ભાગ જેટલું પણ નથી. આ નવ તને જે ભવ્ય પ્રાણી શ્રદ્ધે છે, તેનું સમ્યકત્વ શુદ્ધ થાય છે. અને મેક્ષ લક્ષ્મી તે તેના હાથમાં જ છે. તે સમ્યકત્વનું પરિજ્ઞાન પ્રાણીઓને જળસિંચનથી અંકુરની જેમ જિનાગમ સાંભળવાથી જ ઉલ્લસિત થાય છે, કહ્યું છે કે –“જેમ ક્ષાર જળના ત્યાગથી અને મધુર જળના યેગથી બીજ અંકુરને ધારણ કરે છે, તેમ તત્ત્વ સાંભળવાથી માણસ સમ્યકત્વને પ્રફુલ્લિત કરે છે, અહીં ક્ષાર જળસમાન અખિલ સંસારને ચુંગ અને મધુર જળના ચોગ સમાન તવશ્રવણ સમજવું. એ શ્રુતિને સજાએ બેધરૂપ જળપ્રવાહની એક આવતુલ્ય માનેલ છે. એના અભાવે આવક વિનાના પાતાલકૂપની જેમ શ્રુત (બંધ) બધું વ્યર્થ છે. સમ્યક્ત્વપૂર્વક જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ એ સર્વથા મોક્ષસુખનું કારણ છે. એમ પૂર્વ =ષિઓ કહી ગયા છે.
૧૪