________________
ભાષાંતર.
દઢતા છે, તે પ્રાણુને સુરાસુર અને રાજાઓની સંપત્તિઓ દુ:ખરૂપ ભાસે છે. હે ભદ્ર! જેમને કેવળજ્ઞાન હોય, તેજ માત્ર સમ્યકત્વગુણના મહાભ્યનું સવિસ્તર વર્ણન કરવાને સમર્થ થઈ શકે છે.”
આ પ્રમાણે દેશના સાંભળીને જિનદત્તાએ તે વખતે તે મહર્ષિ પાસે ત્રિવિધ શુદ્ધ સમ્યકત્વ અંગીકાર કર્યું. “હે ભદ્ર! પ્રાણતે પણ આ સમ્યત્વે તારે કદાપિ મૂવું નહિ, એટલું જ નહિ પણ નિઃશંકા વિગેરે આચારોથી તેને વધારે વધારે નિર્મલ રાખવું.” આ પ્રમાણે તેને શિખામણ દઈને તે મહામુનિએ અન્યત્ર વિહાર કર્યો. કારણ કે ચિંતામણિરત્ન કેઈના હાથમાં ચિરકાળ રહેતું નથી.
પછી દરિદ્ર જેમ કલ્પવૃક્ષને પામે, તેમ જિનદત્તા પણ સમ્યકત્વ પામીને પરમાનંદને અનુભવતી તે આદરપૂર્વક તેને પાળવા લાગી. વારંવાર વિચારીને અને શાસનની પ્રભાવના કરીને મહાસતી સુલસાની જેમ તે સમ્યકત્વને અધિક નિર્મળ કરવા લાગી. - હવે જો કે તે અનેક ગુણોએ યુક્ત છે, છતાં પણ જેમ રાત્રિ તારા સહિત હોય પણ તે ચંદ્ર વિના ન શોભે, તેમ પુત્ર વિના તે શોભતી ન હતી, તેથી પુત્ર પ્રાપ્તિની ચિંતારૂપ દુઃખના મહાસાગરમાં અત્યંત મગ્ન થયેલી એવી તે રાત્રિએ સુખે નિદ્રા પણ લેતી ન હતી. એકદા અવસર મેળવીને પતિને નમસ્કાર કરીને તેણે કહ્યું કે હે સ્વામિન્ ! ગ્રહોનું ઘર સુપુત્રથી જ શોભે છે. કહ્યું છે કે –
" नागो भाति मदेन के जलरूहैः पूर्णदुना शर्वरी, वाणी व्याकरणेन हंसमिथुनैनद्यः सभा पंडितैः । शीलेन प्रमदा जवेन तुरगो नित्योत्सवैमंदिरं, સપુરું ગ્રુપ ના ત્રાં ધાર્મિ ” . ? ||
મદજળથી હાથી, કમળથી જળ, પુર્હદથી રજની, વ્યાકરણથી વાણી, હંસયુગલથી નદી, પંડિતેથી સભા, શીલથી પ્રમદા, વેગથી અશ્વ,
નિત્સવથી મંદિર (ગૃહ), સત્પત્રથી કુળ, રાજાથી નગર અને ધાર્મિક જનેથી ત્રણે લેક શભા પામે છે.” વંધ્યા