________________
ભાષાંતર. -
ળપર વેદવાના મિથ્યાત્વને વિરલ કરે છે (વિખેરી નાખે છે). પછી અંતર્મુહૂર્તપર્યત જે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે, તે નિસરૂચિ સમ્યકત્વ કહેવાય છે, ગુરૂના ઉપદેશને પામીને જે બુદ્ધિમાન નિર્દોષ ધર્મમાર્ગ પર શ્રદ્ધા કરે છે, તેને ઉપદેશરુચિ સમ્યકત્વ હોય છે. રાગ, દ્વેષ અને મેહના ક્ષયથી જે નવતને આજ્ઞાના બળથી માને છે, તે આજ્ઞારૂચિ કહેવાય છે. અંગ અને ઉપાંગરૂપ સૂત્રને અભ્યાસ કરતાં જે સમ્યકત્વનું અવગાહન કરે છે, તે સૂત્રરૂચિ સમ્યગ્દષ્ટિ ગણાય છે. શ્રદ્ધાપૂર્વક એક પદને ધારણ કરતાં પિતાની પ્રતિભાના બળથી જે અનેક પદેમાં વિસ્તાર પામે, તે બીજરૂચિ કહેવાય છે. જે મહાત્માએ અર્થથી સમગ્ર શ્રુત જોયું છે, તેને જિનભગવંત અને ભિગમરૂચિ સમ્યગ્દષ્ટિ કહેલ છે. નયના ભેદ અને પ્રમાણેથી જે છ દ્રવ્યોનું સભ્ય રીતે પ્રરૂપણ કરી જાણે છે, તે વિસ્તારરૂચિ કહેલ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય અને ગુપ્તિની ક્રિયામાં જે ઉદ્યમવંત હોય, તે ક્રિયારૂચિ કહેવાય છે. “જિનવાક્ય જ મને પ્રમાણ છે એમ જે હૃદયમાં માનતો કુદષ્ટિએ પર આસ્થા રાખતે નથી, તે સંક્ષેપરૂચિ ગણાય છે. શ્રત અને ચારિત્રરૂપ દ્વિવિધ ધર્મને અને ધમસ્તિકાય, અધમસ્તિકાય વિગેરે દ્રવ્યોને જે શ્રદ્ધે છે, તે ધર્મરૂચિ ગણાય છે. આ ભેદમાંના દોષવર્જિત એવા એક ભેદને પણ જે સમ્યગ્દષ્ટિ જીવ ધારણ કરે છે, તે અવશ્ય શિવસુખને પામે છે. અખિલ સૈખ્યસંતતિથી ભરેલા એવા રાજ્યને ધૂળની રાશિની માફક ત્યાગ કરી સમ્યકત્વથી વિભૂષિત અને અત્યંત અદ્ર ભુત એવા જ્ઞાનકિયા સંયુક્ત અને નાના પ્રકારના અભિગ્રહથી સુશોભિત એવી સંયમધુરાને વૃષભની જેમ જે પ્રાણી અહીં ધારણ કરે છે, તે ભવ્ય ઐક્યને સ્પૃહણીય એવા મેક્ષસુખને અલ્પ સમયમાં પ્રાપ્ત કરે છે.” • આ પ્રમાણે આચાર્ય મહારાજની દેશના સાંભળીને મંત્રી અને શ્રેષ્ઠી પ્રમુખ કેટલાક ભવ્યજનોએ સંસારસાગરમાં નાવ સમાન એવા સંયમને સ્વીકાર કર્યો. કેટલાક જનેએ બાર વ્રત અંગીકાર