________________
ભાષાંતર.
" लंघयति भुवनमुदधे-मध्यं पविशति च वहति जलभारम् । વીતર સંરક્રિતા િરહિ યુતિ રાજાર્યો” ?
મેઘ ભુવનનું ઉલ્લંઘન કરે છે, સાગરના મધ્યભાગમાં પેસે છે અને જળભારને વહન કરે છે. કારણ કે પરહિતકારક સજજને અને ન્યને અર્થે. શું શું નથી કરતા?” હે ભદ્ર! શ્રાવકેમાં મુખ્ય એવા તારાવડેજ આ નગર પવિત્ર થયું. તારી સંગતિ ખરેખર! પ્રાણીઓને પુણ્યના પ્રભાવથી જ પ્રાપ્ત થઈ શકે. જિતેંદ્રશાસન, સજજનસંગ સદગુરૂ સેવા અને અવસરે સુપાત્રદાન-એ ઉત્કૃષ્ટ પુણ્યથીજ પ્રાપ્ત થાય છે.” આ સાંભળીને શ્રેષ્ઠીએ મસ્તક નમાવીને રાજાને કહ્યું કે – “હે દેવ ! ધર્મના પ્રભાવથી શું શ્રેય નથી થતું? કારણ કે – " सो हारलता भवत्यसिलता सत्पुष्पदामायते, संपद्येत रसायनं विषमपि प्रीतिं विधत्ते रिपुः। देवा यांति वशं प्रसन्नमनसः किं वा बहु ब्रूमहे, धर्मो यस्य नभोपि तस्य सततं रत्नैः परं वर्षति' ॥१॥
જે મનુષ્ય ધર્મને આશ્રય કરે છે, તેને સર્પ હારસદશ થાય છે, તરવાર એક સુંદર પુષ્પમાળા તુલ્ય બને છે, વિષ પણ રસાયન તુલ્ય થાય છે, શત્રુ પ્રીતિ દર્શાવે છે અને દેવતાઓ પ્રસન્ન થઈને તેને વશ થાય છે. વધારે શું કહીએ? પણ તેને માટે આકાશ પણ સતત શ્રેષ્ઠ રત્ન વરસાવે છે.”
એવા અવસરમાં પ્રીતિપાત્ર એવા વનપાલકે આવીને નમસ્કાર કરી અંજલિ જોડીને રાજાને વિજ્ઞપ્તિ કરી કે –“હે દેવ! ધ્યાનથી આંતરશત્રુઓને ધવંસ કરનારા, શુદ્ધ આચારવંત જનમાં અગ્રેસર, સાધુઓથી પરવારેલા, શ્રુતજ્ઞાનીઓમાં પ્રખ્યાત અને અખિલ જંતુએને આનંદ આપનારા એવા મુનિચંદ્રનામના આચાર્ય આપના સર્વકનામના ઉદ્યાનમાં અત્યારે પધાર્યા છે.” તે સાંભળીને રાજા પરમ આનંદ પામ્ય અને વનપાલને તેની ઈચ્છા કરતાં અધિક