________________
૮૮ - સમ્યકત્વ કૌમુદી-શ્રેણીની સ્ત્રીનું ચરિત્ર. કરીને જગને વિષે અભુત એવું સર્વજ્ઞધર્મનું માહાસ્ય માની લે.” આ પ્રમાણે શ્રેણીએ તેને હિતકારી એવી ધાર્મિક શિખામણ આપી, પરંતુ મિથ્યાત્વથી મહિત થયેલા તેના મનમાં તે લેશ પણ તે ટકી શકી નહિ. - હવે પુન: શ્રેષ્ઠીએ કહ્યું કે – “ હે પ્રિયાઓ! મારા સમ્યકત્વને સ્થિર કરવાને હેતુ અત્યારે મેં તમારી પાસે સ્પષ્ટ કહી બતાવ્યું. માટે હવે પ્રથમ કાંતા સમ્યકત્વને સ્થિર કરનારું અને જયશ્રીનું કારણ એવું પોતાનું સમગ્ર ચરિત્ર મારી આગળ કહે.” પિતાના ભરની આ પ્રમાણે આજ્ઞા થતાં પ્રસન્ન મુખવાળી થઈને દંતની કાંતિથી વસુધાને શુભ્ર બનાવતી એવી તે પોતાનું વૃત્તાંત કહેવા લાગી:
ભુવનમાં વિખ્યાત, પૃથ્વીમાં જેણે આનંદ પૂરી દીધું છે, અને સ્વર્ગને જય કરનારી એવી અવંતીદેશના મધ્યભાગમાં ઉજજયિની નામની નગરી છે. જ્યાં શાસ્ત્રનિપુણ ગૃહસ્થ શ્રીમંત અનાદિકાળથી ચાલ્યા આવતા લક્ષમી અને સરસ્વતીને વૈરને દૂર કરનાર છે. ત્યાં શત્રુઓને પરાસ્ત કરનાર, જગને આનંદ આપનાર એવા સ્વરૂપથી દેવતાઓ કરતાં પણ સુંદર એ સુરસુંદર નામે રાજા હતા. પુણ્યને સાગર એ જે ભૂપતિ સત્કળાઓ અને સમગ્ર સુખસંપત્તિઓને તે એક પ્રિયમેલક તીર્થ જેવો થઈ પડ્યો. ચંપકમાળાની જેમ શીલરૂપ સુગંધને ધારણ કરવાવાળી અને ભૂતલને આનંદ આપવાવાળી એવી કનકમાલા નામની તેને રાણી હતી. હવે તેજ નગરીમાં રાજનું પ્રસાદસ્થાન, બુદ્ધિમાન અને સમ્યગ્દષ્ટિ માં મુગટ સમાન એ વૃષભ નામે એક મેટે શ્રેષ્ઠી હતે. જે શ્રેષ્ઠી પાત્રદાન, ગુણ અને પ્રીતિ પ્રમુખ ગુણથી અલંકૃત અને વસુધાપરના પુણ્યવંત પુરૂષોમાં એક અગ્રેસર હતો. કહ્યું છે કે –
“ ત્યાની જુને રા, મોળી પરિકનૈ શાહે વો ને દ્ધા, બંન્ટ ” ને ? | પાત્રને દાન આપનાર, ગુણમાં રાગ ધરનાર, સ્વજનની