________________
ભાષાંતર.
૭૭
યાચના કરી, પરંતુ રાજાના ભયથી તેને કેઈએ પણ પાણી આપ્યું નહિ. એવામાં શિષ્ટશિરેમણિ, સર્વ જીવોપર કૃપાલુ અને દુ:ખિત પર અધિક દયાળુ એવા જિનદત્ત શ્રેષ્ઠી ત્યાંથી નિકળ્યા. એટલે પિપાસાથી અત્યંત પીડિત એવા તેણે તેમને જોઈને પાણીની યાચના કરી. આથી અન્યનો અર્થ સાધવામાંજ પરાયણ એવા શ્રેષ્ઠીએ મનમાં વિચાર કર્યો કે –“સર્વ ધર્મોમાં જૈન ધર્મ શ્રેષ્ઠ કહેલ છે, તે ધર્મમાં પણ જીવદયા અને વિશેષથી દીનદયા મુખ્ય કહેલ છે. દુ:ખીને જોઈને જેનું મન દયાદ્ધ ન થાય, તેના હૃદયમાં આહંત ધર્મને લેશ ( અંશ) પણ નથી એમ સમજવું. જેઓ પરપ્રાણુઓના દુ:ખથી , ઉદ્ધાર કરવા ધુરંધર છે, તેજ પુરૂષે ધન્ય છે અને તેઓ દેવતાઓને પણ માનનીય છે. કહ્યું છે કે –
રાસંતિ સારા પતિ વિદ્યાવિડનેરા, संति श्रीपतयो निरस्तधनदास्तेपि क्षितौ भूरिशः। कित्वाकर्ण्य निरीक्ष्य वाऽन्यमनुज दुःखार्दितं यन्मनતાતૂર્ણ પતિ ઘરે નળતિ તે સંપૂરણા વંવષા” શા
“જગતમાં શૂરવીર જને હજારે છે, વિદ્વાને પગલે પગલે અનેક જોવામાં આવે છે અને કુબેરના મદને મરડી નાખનાર એવા શ્રીમતે પણ ઘણા છે, પરંતુ અન્ય જનને દુઃખી જોઈને જેમનું મન દયા અને તદ્રુપ થાય છે, એવા સત્પરૂ જગતમાં માત્ર પાંચ છ જ હશે.” આ પ્રમાણે વિચાર કરીને મધુરાલાપથી તેને સંતુષ્ટ કરતાં શ્રેષ્ઠીએ કહ્યું કે –“હે ભદ્ર! જ્યાંસુધી મારે ઘેરથી પાણી લાવીને તને આપું, ત્યાંસુધી અનેક ભવના સંતાપના સમૂહને ક્ષય કરનાર અને સુધા સમાન એવા આ નમસ્કારરૂપ મંત્રનું પાન (સ્મરણ) કર. સર્વ સુખદાયક અને કટિકષ્ટને નાશ કરનાર એવા આ પંચનમસ્કારરૂપ મંત્રને અંતસમયે પુણ્યવંત પ્રાણુઓજ પામી શકે છે.” આ સાંભળીને તે ચોર પણ કહેવા લાગે કે –“હે બંધો ! તે દુઃખવારક મંત્ર મને આપે.” એટલે શ્રેષ્ઠીએ તેને પરમેષ્ટીનમ