________________
ભાષાંતર.
૭૫
એકદા ભેજન કરતાં છતાં પણ દિવસના ચંદ્રની જેમ રાજાને સર્વ રીતે નિસ્તેજ અને દુર્બલ જેઈને મંત્રી તેને એકાંતમાં કહેવા લાગે:-“હે સ્વામિન્ ! જીર્ણ પણે સમાન તેજને ધારણ કરતું એવું તમારું આ શરીર દિવસે દિવસે અત્યંત કૃશ થતું કેમ જોવામાં છે? તેથી શું તમને કેઈ ઉત્કટ આધિ કે વ્યાધિ સતાવે છે? ભેજન બરાબર પચતું નથી કે સુધા લાગતી નથી.” આ સાંભળીને રાજાએ નિર્મળ મનવાળા એવા સચિવને કહ્યું કે –“હે મંત્રિનું ! કઈ રેગ પણ અત્યારે મારા શરીરમાં બાધા કરતું નથી, પરંતુ કૃશતાનું જે કારણ મારા હૃદયમાં રમે છે, તે કારણ જણાવતાં મને ઘણીજ લજજા આવે છે. આથી પુન: મંત્રીએ રાજાને કહ્યું કે:-“હે રાજન ! શરીરના વિષયમાં ઉપેક્ષા યા શરમ કરવી યોગ્ય નથી. પ્રાયઃ સર્વ પ્રાણીઓને શરીર ધર્મસમાન હોય છે, તે તેના સ્વરૂપકથનમાં લજજા શા માટે કરવી ? શરીરના અભાવે ધર્મ ન થઈ શકે, ધર્મના અભાવે સદગતિ ન મળે અને સદગતિ વિના પ્રાણીને સર્વાગ સુખ પ્રાપ્ત થતું નથી.” આ સાંભળીને રાજા બોલ્યા કે –“જે એમ હોય તો તે સાંભળો-ઘણે આહાર લેતાં પણ પ્રાયઃ મારી સુધા શાંત થતી નથી. માની પ્રાણીઓ જેમ તેમ ભજન કરીને પણ ઘણા દિવસો કહાડી નાખે છે, પણ ખરેખર ! કદી યાચના તે તેઓ કરતાજ નથી.” આ સાંભળી ભેજનમાં અદ્દભુત શક્તિ છતાં રાજાની અતૃપ્તિ જાણીને પ્રધાન વિસ્મયયુક્ત મનથી વિચાર કરવા લાગે –ખરેખર વિદ્યા, ઔષધ કે અંજનથી શરીરને અદશ્ય બનાવી કઈ દુર્મુખશેખર ( દુષ્ટશિરોમણિ ) રાજાની સાથે ભેજન કરતો લાગે છે. માટે હવે ગમે તેવાં ઉપાયથી પણ મારે તેને જાણ. કારણ કે આપત્તિમાં રાજા મંત્રીઓને જ પોતાનું બળ સમજે છે. જે આપત્તિમગ્ર પૃથ્વીનાથને શીધ્ર દુઃખમુક્ત કરે છે, ક૫ (પુરૂષ વિશેષ) ના જેવી બુદ્ધિવાળા એવા તે મંત્રીએજ લાધ્ય છે. અધમ મંત્રીઓ જ પોતાની આજીવિકા માટે પોતાના રાજાને દુ:ખનિમગ્ન થયેલ જેવાને ઈરછે છે, પરંતુ ઉત્તમ