________________
૭૪
સમ્યકત્વ કૌમુદી-રૂપ્યખુર ચેરની કથા.
તે એક દિવસ અહેરાત કાંતાની જેમ ધૂતકીડામાં નિમગ્ન થઈ ગયા. ત્યાં જુગારમાં પ્રાપ્ત કરેલું ઘણું ધન યાચકને આપીને ભજનને માટે ઉતાવળથી ઘર ભણી જતો હતો, એવામાં રાજાના ભવન પાસે તેને સર્વ ઇદ્રિને આકર્ષણ કરવામાં કામણમંત્રસમાન અને સર્વ સુગંધિ દ્રવ્યના દર્યને દળી નાખનાર એવી રસવતીની ગંધ આવી. તેથી રોમાંચિત ગાત્રવાળા, પાપનું એક પાત્ર અને બુદ્ધિરૂપ આષધિને ભંડાર એ તે ચોર ગંધથી લલચાઈને વિચાર કરવા લાગ્ય:–“અહો ! પદ્મિની પ્રેમદાની જેમ રાજાની રસવતીને આ પરિમલ ખરેખર ! દેવતાઓને પણ દુર્લભ હશે. જેઓ ગૃહસ્થાશ્રમમાં રહી નિરંતર આવા પ્રકારનું ભજન કરે છે, તેઓ જ ધન્ય અને તેઓ જ આ સંસારમાં પુણ્યવંત જનમાં શ્રેષ્ઠ છે. ગૃહસ્થાવાસ સમાન હોવા છતાં કેટલાક પુણ્યહીન પ્રાણુઓ ભેજનાવસરે અત્યંત દીન અવસ્થાને ધારણ કરે છે. કહ્યું છે કે –
" कुग्रामवासः कुनरेंद्रसेवा, कुभोजनं क्रोधमुखी च भार्या । कन्याबहुत्वं च दरिद्रता च, षड् जीवलोके नरका भवंति"॥१॥
ખરાબ ગામમાં વાસ કર, કુરેંદ્રની સેવા કરવી, કુભજન, કોમુખી લલના, ઘણું કન્યાઓ અને દરિદ્રતા–એ છે આ જીવલોકમાં નરક તુલ્ય છે.” માટે પરમાનંદના આસ્વાદ-અનુભવ સદશ સુગંધી એવી આ રસવતીને પુણ્યથી પ્રાપ્ત થયેલ લક્ષમીની જેમ આજે હું શા માટે ઉપગ ન લઉં ? રાજાથી રંક સુધી સર્વ કઈ પ્રાણી રસનાને વશ થઈ મિષ્ટાન્ન ભેજનને માટે યત્ન કરે છે. બ્રાહ્મણ ધનવાન છતાં ભેજનાના લાભને માટે કષ્ટની દરકાર ન કરતાં તે દશ જનને પણ વધારે દૂર માનતો નથી.” આ પ્રમાણે વિચાર કરીને દુષ્ટબુદ્ધિ એ તે ચાર સિદ્ધાંજનના પ્રયોગથી અદશ્ય રૂ૫ કરીને રાજાની સાથે ભેજન કરવા બેસી ગયે. આ પ્રમાણે રાજાના ભાજનમાં ભેજનના આસ્વાદમાં લુબ્ધ થઈને ગુમરીતે જમતાં તેને કેટલાક દિવસે વ્યતીત થઈ ગયા.