________________
સમ્યકત્વ કૌમુદી–પ્યખુર ચોરની કથા.
મંત્રીઓ તે તેને સુખી જેવાને ઈચ્છે છે,” પછી તેને જોવાને કૌતકી એવા મંત્રીએ નાના પ્રકારના ઉપાય કરતાં ભેજનાવાસના ભૂતલપર બારીક રજ પથરાવી, તેના દ્વાર આગળ પૂર્વે જેમણે સંકેત કરેલ છે એવા અને દુષ્ટ આશયવાળા એવા ખાત્રીદાર પુરૂષને દ્વાર બંધ કરવા માટે રાખ્યા. તે મંત્રી પણ તે દિવસે ત્યાં ભેજનાવાસમાં બુદ્ધિથી તેના ચિન્હને જેતે દંભથી ગુમરીતે બેસી રહો. હવે સ્નાન કરી પવિત્ર થઈ અને જિનભગવંતનું અર્ચન કરીને શ્રીમાન રાજા જેટલામાં ભેજનને માટે ત્યાં આસન પર બેઠે, તેટલામાં રસલુબ્ધ એ તે ચેર ત્યાં આવ્યું અને રજમાં પ્રતિબિંબિત થયેલાં ચરણોથી પ્રધાને તેને જાણે લીધે. એટલે સંકેતિત માણસ પાસે પ્રથમ તેણે દ્વાર બંધ કરાવી દીધું. પછી ઘરની અંદર લીલાં લાકડાં અને ઔષધિઓ ગોઠવીને લોચનમાંથી અશુપૂર વહેવડાવવામાં સમર્થ અને સહ એવો ધૂમાડે કરાવ્યો. તેના બળથી બંને નેત્રમાંથી અભુત અંજન ઓગળી ગયું અને તે જ ક્ષણે તે ચેર સાક્ષાત્ જોવામાં આવી ગયો. ક્ષણવાર પછી જાણે જંગમ પાપને પૂર હોય એવો તેને ચેર જાણીને કેપથી મુખને આરક્ત કરીને વસુધાપતિ કહેવા લાગ્યા:“અરે દુષ્ટ ! દુરાચાર ! ચોર ! મલિન! અપવિત્ર એવા તેં અમને પણ અપવિત્ર કર્યા.” આ પ્રમાણે કહીને રાજાએ કોધ કરી તેને શૂળીએ ચડાવવાને કોટવાળને આદેશ કર્યો. રાજાના સેવકપણાથી તે દુરાશય કોટવાળે પણ વધ્યસ્થાને લઈ જઈ તેને અનેક રીતે માર મારીને પાયમાલ કરી મૂક્યો. પછી પિતાના કર્મથી પચતા એવા તેને શૂળી ઉપર ચડાવ્યું, એટલે તીવ્ર દુઃખરૂપ અગ્નિથી સંતાપ પામતો એ તે આ પ્રમાણે વિચાર કરવા લાગે કે –“અહો! આ કર્મ વિપાક, અહો ! દુઃખ પરંપરા, અહો ! મારાં પાપોનું ફળ મને અહીંજ મળ્યું. એકવાર કરેલું કર્મ બીજની માફક જીને ભવભવ કોટિ દુ:ખરૂપે વિપાક આપે છે.” આ પ્રમાણે અતિશય દુઃખના વેગથી વિચાર કરતા એવા તેને તે વખતે સૂર્યના આતપના તાપથી બહુજ તૃષા લાગી. તેથી નજીકના લોક પાસે તેણે પાણીની અત્યંત