________________
૨૦.
સમ્યકત્વ કૌમુદી–અર્વદાસ શેઠની કથા.
કરીને મને સમજાવે.” આ પ્રમાણે તેની વિજ્ઞપ્તિથી ભગવંત પુન:તેની આગળ આ પ્રમાણે કહેવા લાગ્યા –“ જ્યાં પ્રદેશથી પણ મિથ્યાત્વના દળિયા વેદવામાં નથી આવતા તે પથમિક સમ્યકત્વ કહેવાય છે, અને તે પ્રસન્ન (કચરે નીચે બેસી ગયેલ નિર્મળ) જળસમાન હોય છે. હે શ્રેષ્ટિ ! જ્યાં મિથ્યાત્વના દળિયા પ્રદેશથી વેદવામાં આવે છે, તે ક્ષાપથમિક સમ્યકત્વ કહેલ છે, તે કંઈક કલુષિત નીર સમાન હોય છે. મિથ્યાત્વના ત્રણે પુંજન ક્ષય થતાં સાયિક સમ્યકત્વ પ્રગટ થાય છે, તે સર્વથા શુદ્ધ પાણીના પૂર સમાન હોય છે. સમ્યકત્વથી પતિત થતા અને મિથ્યાત્વને નહિ પ્રાપ્ત થયેલ એવા પ્રાણીને સાસાદન સમ્યકત્વ હોય છે, તે વમન થતા અન્નના અનુભવસમાન છે. જ્યાં સમ્યકત્વને અણુરસ ઉત્કર્ષથી વેદવામાં આવે, અર્થાત્ ક્ષાયિક સમ્યકત્વ જે સમયે થવાનું છે તેના પૂર્વ સમયમાં જે સંપૂર્ણ સમ્યકત્વમેહનીનાં દલ દવામાં આવે તે વેદક સમ્યકત્વ કહેલ છે. બીજા જીનું સમ્યકત્વ જેનાથી સતેજ થાય, તે દીપક સમ્યકત્વ કહેવાય છે. સાસાદન અને પશમિક સમ્યકત્વ જીને આખા સંસારમાં માત્ર પાંચ વાર જ પ્રાપ્ત થાય છે, ક્ષાપશમિક અસંખ્યાત વાર પ્રાપ્ત થાય છે અને ક્ષાયિક તથા વેદક આખા સંસારમાં એક જ વાર પ્રાપ્ત થાય છે. છેવટના બે સમ્યકત્વ એટલે ક્ષાયિક અને વેદક શિવાય બીજા સમ્યક પ્રતિપાતી અને ચાલ્યાં પણ જાય છે. ક્ષાપશમિક અને એપશમિક સમ્યકત્વમાં એટલો જ તફાવત છે કે-એપથમિક સમ્યકત્વ પ્રદેશથી મિથ્યાત્વને ન વેદે અને ક્ષાપથમિકવાળો પ્રદેશથી મિથ્યાત્વ વેદે. ક્ષાપશમિક કલુષિત જળસમાન, ઔપશમિક પ્રસન્ન જળસમાન અને ક્ષાયિક નિર્મલ જળ સદશ હોય છે. ઉત્કૃષ્ટ અને જઘન્યથી મિશ્ર - મ્યકત્વ તેમજ બીજા સર્વે અંતમુહૂર્ત સુધી રહે છે, ઔપશમિક પાંચ વાર અને ક્ષાપશમિક અસંખ્યાત વાર પ્રાપ્ત થાય છે.”
આ પ્રમાણે સાંભળીને અહેસશેઠે પ્રભુ આગળ એ અભિગ્રહ લીધે કે –“જિન અને જિનમતમાં રહેલા શિવાય અન્યને હું