________________
સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા.
देवं रागयुतं गुरूं विषयिणं धर्म दयावर्जितं, यो नैव त्यजति प्रमोहवशतः स त्यज्यते श्रेयसा" ॥१॥
શઠ મિત્ર, અસતી ભાર્યા, કુળવંસી પુત્ર, મૂર્ખ મંત્રી, ઉસુક રાજા, પ્રમાદી વૈદ્ય, રાગી દેવ, વિષયી ગુરૂ અને દયાવજિત ધર્મ–એમને જે મેહના વશથી ત્યાગ કરતું નથી, તે કલ્યાણથી તજાય છે.” આ પ્રમાણે વિચાર કરીને તેઓએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે –“હે પ્રભે! જેમની આ વસ્તુઓ છે, તેઓ ચાર છે.” “આપશું આ કાર્ય પાર ન પડ્યું. આ પ્રમાણે વિચાર કરીને રાજા વિગેરે તે વખતે યમદંડ પર દંડ કરવા સમર્થ ન થયા. જેને ન્યાય મિત્ર હોય અને નગરલોક પક્ષ કરનાર હોય, તેવા માણસથી તે રાજા પણ શકે છે, તો બીજા સામાન્ય જનની તો વાત જ શી કરવી? પછી પ્રપંચ રચીને તેમને દૂર કરીને મહાજને અનુક્રમે તેમના ન્યાયશાલી પુત્રોને તે પદપર સ્થાપ્યા.
આ પ્રમાણે સર્વલેકની સાથે વિરોધ કરવાથી તેઓ પિતાના સ્થાનથી ભ્રષ્ટ થયા અને બહુ અપમાન પામ્યા. માટે વિરોધ કરવામાં સાર નથી. તે હે મહાદેવ! કેઈ ધીમાનની સાથે વિરોધ ન કરે. અને વિશેષતાથી ઘણા લોકેની સાથે તે તે નજ કરે. પરાભવ પમાડીને જેવા તેવા સામાન્ય જનની પણ બુદ્ધિમાને કદી ઉપેક્ષા ન કરવી. એમ નીતિવેત્તાઓ કહી ગયા છે. જેવા તેવા જનને પણ કદી પરાભવ ન કરે. કારણ કે એક માત્ર ટીડીએ સમુદ્રને વ્યાકુલ કરી નાખ્યો હતો.
પછી સુયોધન રાજા તે દેશને ત્યાગ કરી મંત્રી અને પુરેહિત સાથે દેશદેશ ભમતાં શુદ્ધ ધર્મના પ્રકાશક એવા ધર્મઘોષ ગુરૂને સમાગમ પામીને સંવેગ અને નિર્વેદ ઉત્પન્ન થતાં તેણે ચારિત્ર અને ગીકાર કરી લીધું પુણ્યવંત પ્રાણીઓની પ્રાયઃ બે પ્રકારની સ્થિતિ હોય છે. સામ્રાજ્યલક્ષમીને ભેગ અથવા તે ચારિત્રસંપત્તિને વેગ.