________________
ભાષાંતર.
જેવામાં ન આવ્યું. એટલે તેણે પ્રધાનને પૂછ્યું. કે –“જાણે એકત્ર પિંડીભૂત થયું હોય એવું આ અત્યંત ચંચલ તિમિર ભૂમિપર શાથી દેખાય છે?” આ સાંભળી પ્રધાને કહ્યું કે –“હે સ્વામિન્ ! સિદ્ધાંજનની કળા જાણનાર, ચારકર્મથી પ્રસિદ્ધ અને કપટને એક ભંડાર એ લોહખુર નામને એ ચાર છે. તે રાત્રિએ શરીરને અદશ્ય બનાવીને ન્યાયશાલી ધનવંતેના ઘરમાં ચોરી કરે છે. એ નાના પ્રકારના રૂપપરાવર્તની વિદ્યાથી બહુ ગવિષ્ટ થઈ ગયા છે, તેથી કઈ પણ એને પકડવાને કદી સમર્થ થઈ શક નથી.” આથી રાજાએ કહ્યું કે-“એ કોને ઘેર જાય છે, તે જાણવાને આપણે એની સાથે જઈએ.” એમ કહીને વિચિત્ર આશ્ચર્ય જોવામાં આસક્ત એ રાજા મંત્રી સહિત તેની પાછળ જતાં જતાં ત્યાં નગરમાં ભમે. પછી દૂરકર્મને અવધિ એ તે ચાર જતાં જતાં અનુક્રમે અર્હદાસ શેઠને ઘેર પહોંચ્યા.
એવા અવસરમાં સમૃદ્ધિમાં નરેંદ્રસમાન એ તે શ્રેષ્ઠીવર્ય આઠ ઉપવાસવાળી એવી પોતાની પ્રિયાઓને આ પ્રમાણે કહેતે હતો:–“આજે હર્ષિત થતી અને અલંકારેને ધારણ કરતી એવી સર્વ લલનાઓ રાજાના આદેશથી કૌમુદીમહોત્સવને માટે ઉદ્યાનમાં ગયેલી છે પરંતુ શ્રીમાન શ્રેણિકરાજાને વિનયથી વિનવીને જિનભાગવંતના સ્નાત્રોત્સવાદિકને માટે દિવસે તમેને મેં ઘેર રાખી છે. હવે જે લૈકિક ઉત્સવને માટે તમારું મન ઉત્સુક હોય, તો તમે પણ ખુશીથી ઉદ્યાનમાં જાઓ. હું હવે સદ્ધર્મસ્થાનમાં મન રાખી પ્રથમ દ્રવ્યપૂજા કરી પછી ભાવપૂજા કરીશ.” આ પ્રમાણે પિતાના પ્રાણપ્રિયનું કથન સાંભળીને તેઓ વિનયથી નમ્ર બનીને કહેવા લાગી – “હે પ્રભો ! આજે અમારે આઠ ઉપવાસ થયા. વળી મુમુક્ષુ આત્માએને ઉપવાસને દિવસે પાપથી નિવૃિત્તિ અને સદ્દગુણની સાથે વાસ કરે એગ્ય છે. માટે ઉત્સવને નિમિત્તે ઉદ્યાનર્મા જવું અમને યેગ્ય નથી, પણ આપની સાથે ભગવંતની દ્વિવિધ પૂજા કરવી ઉચિત છે. જગતમાં એક સૂર્ય સમાન એવું જિનેશનું કથન જે જાણે છે, તેનું