________________
સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા.
મૂળ વઠ્ઠી, બં નાહ તં રિઝ સુvaો .
ગ્રંવાણ પંગુર, હિ૪ દાંતમૂપિ” શા
હે સુ! વેલડી મૂળમાંથી વિનષ્ટ થઈ છે. માટે જેમ લાગે તેમ કરે. કારણ કે એરંડના મૂળમાં પોતાનું વસ્ત્ર મૂકીને વિલાસ કરતી અંબાને મેં જોઈ.”
આ પ્રમાણે સ્વરૂપ વિચારીને જાગ્રત થયેલા વૈરાગ્યથી રંગિત એવા તે સાર્થવાહે ન્યાયપાર્જિત પિતાની સર્વ સંપત્તિને વેગ્યસ્થાને વાપરીને પિતાની બંને પ્રિયા સાથે જિનચંદ્ર ગુરૂની પાસે સર્વ સુખની સખી તુલ્ય એવી આહતી દીક્ષા અંગીકાર કરી લીધી. પછી તપસ્યાને આચરતા, પંચમહાવ્રત પાળવામાં ધુરંધર, ત્રણ ગુપ્તિથી પવિત્રાત્મા, નિરંતર પંચસમિતિમાં સાવધાન, પિતાના આત્માની જેમ છકાય જીવની રક્ષાકરનાર, શિક્ષામાં વિચક્ષણ, બેંતાલીશદેષરહિત શુદ્ધ આહાર લેનાર, ત્રણ દંડથી નિવૃત્ત, ચાર કષાયને સારી રીતે જીતનાર, નવ વાડસહિત શશી સમાન નિર્મળ શીળનું પાલન કરનાર, સામ્યામૃતના સરોવરમાં મગ્ન અને પરીષહને સહન કરનાર, એવા તે મુનિ કેવળજ્ઞાન પામીને પરમ પદ પામ્યા. હે રાજન ! આ પ્રમાણે સાર્થવાહની કથા સાંભળતાં રસાવેશને વશ થવાથી મને વધારે વખત થઈ ગયે.”
આ પ્રમાણે સાતમે દિવસે તે રહસ્યને સૂચવનાર એવો તે યમદંડ નગરવાસીઓને તે વૃત્તાંત પ્રકાશીને પોતાને ઘેર ગયે. પછી રાજા બહુ વખત વિષય (દેશ) વિગેરેને વિચાર કરી મધ્યમ પ્રાણી જેમ સંવેગમાં જાય તેમ તે પોતાના આવાસમાં ગયે.
પછી આઠમે દિવસે કે ધાગ્નિથી અધિક જાજ્વલ્યમાન થત, અનેક રાજાઓ, સામતે, મંત્રીઓ અને શ્રેષ્ઠીઓથી પરવલે અને વાસુદેવની જેમ ઉદ્ધત એ રાજા દેવપૂજાદિક યથોચિત પ્રાતઃકર્મ કરીને સિંહાસન પર આવી બિરાજમાન થયે. તે વખતે યમદંડને બોલાવીને અને નીતિમાર્ગનું ઉલ્લંઘન કરીને મદેન્મત્ત એ રાજા પુરલેકેની સમક્ષ તેને આ પ્રમાણે પૂછવા લાગ્યું –