________________
ભાષાંતર.
રે દુષ્ટ! હે દુરાચાર! નગરની લક્ષમીને ચેરનાર અને પાપને પૂર એ ચેર ક્યાંઈ પણ તારા જેવામાં આવ્યો?” એટલે જેની અદીન વદનકાંતિ છે એવો તે દુર્ગપાલ બોલ્યા કે –“હે સ્વામિન! બરાબર તપાસ કરતાં પણ તે મારા જેવામાં ક્યાં આવ્યો નહિ.” પછી રાજાએ નગરના સર્વ લેકને બોલાવીને રોષના સંભારરૂપ સિંદૂરથી લચનને રક્ત કરી તેમને કહ્યું કે –“હે નગરજનો! ધૂર્તતાથીજ હું વિગેરેની અવજ્ઞા કરતાં પોતાની ચતુરાઈ દેખાડીને એણે સાત દિવસો ગુમાવ્યા. હવે જે ચેર સહિત તે રાજવસ્તુઓ એ અપણ નહિ કરે, તે હું એને નિગ્રહ કરીશ.” આ પ્રમાણે રાજાનું લ
ચ્ચાઈ ભરેલું વચન સાંભળીને ચેરનાં ચિન્હો લાવીને તરત તેણે હાજર કર્યા. રાજાની બે પાદુકા, મંત્રીની મુદ્રિકા અને પુરહિતની સુવર્ણ સૂત્રમય જઈ–“હે ભૂપતે! તમે પ્રસન્ન મનથી અવલોકન કરે, આ બધી ચેરને ઓળખવાની ચીજે છે. એ પ્રમાણે તેણે કહ્યું. પિતાની પાસે પડેલી તે ચીજોને જોઈને રાજા વિગેરેનાં મુખકમળ પ્લાન થઈ ગયા અને મનમાં તેઓ અધિક સાશંક બની ગયા. હવે રાજસુત અને મંત્રીસુત વિગેરે તથા સામંત અને શ્રેષ્ઠી લાકે પૂર્વે પણ એ વૃત્તાંતને જાણતા હોવાથી આ પ્રમાણે નિર્ણય કરવા લાગ્યા: “આ ચિન્હેથી પ્લાન મુખ કમલવાળા અને દૂર કર્મકરવાવાળા એવા રાજા, મંત્રી અને પુરોહિતજ ચેર લાગે છે.” જ્યાં મંત્રી અને પુરોહિત સાથે રાજા પોતે ચેરી કરે, ત્યાં લોકેને ખરેખ૨! વનનું શરણુ લેવું યેાગ્ય છે. ચેટક વૃત્તિવાળે રાજા ન્યાયપાલક અને ખ્યાતિશાળી એવા ભૂલ્યવર્ગ ઉપર પ્રાય: અદેખાઈ કરે છે. પછી મહાજને ત્યાં પરસ્પર વિચાર કરીને નિર્ણય કર્યો કે –“નગરમાં જે આ દુરાચારી હશે, તે ભવિષ્યમાં આપણને કુશળતા મળવાની નથી. માટે કેઈ ઉપાયથી દુરાશને દૂર કરીને તેમને સ્થાને તેમના આ મહાશય પુત્રોને સ્થાપન કરવા વધારે ઉચિત છે. કહ્યું છે કે –
" मित्रं शाठ्यपरं कलत्रमसती पुत्रं कुलध्वासिनं, ___मूर्ख मंत्रिणमुत्सुकं नरपतिं वैद्यं प्रमादान्वितम् ।